Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આજે જુનાગઢનો મુકિત દિવસઃ વિજય સ્સથંભનું પૂજન

કોરોના મહામારીના કારણે જાહેર કાર્યક્રમો રદઃ આરઝી હકુમતના લડવૈયાઓને શ્રદ્ધાંજલી અર્પણ

જુનાગઢઃ તસ્વીરમા જુનાગઢના મુકિત દિવસ નિમિતે શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢનાં નવાબી કાળની ઝાંખી :.. જુનાગઢ : જુનાગઢનો આજે મુકિત દિવસ છે ત્યારે જુનાગઢના નવાબી કાળની ઝાંખી ઉપરોકત તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) (પ-૧૬)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૯ : આજે જુનાગઢનો મહામુલો મુકિત દિવસ છે સવારે મનપાના ઉપક્રમે વિજય સ્થંભનું પુજન-અર્ચન કરવામાં આવેલ અને આરઝી હકુમતના લડવૈયાઓએ શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

ભારત ૧પ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થયેલ પરંતુ જુનાગઢના અંતિમ નવાબ મહોબતખાને જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરીને તેઓ પાકિસ્તાન ભેગા થઇ ગયા હતા.

પરંતુ સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ આરજી હકુમતની રચના કરી તેના નેજા નીચે લડત આપીને જુનાગઢને ૯ નવેમ્બરે આઝાદી મળી હતી.

આમ જુનાગઢને ત્રણ મહિના અને છ દિવસે મુકિત મળેલ જુનાગઢના અંતિમ નવાબ મહોબતખાન ત્રીજા પોતે ૯માં નવમાં નવાબ હતા તેઓને ૯ બેગમો હતી અને જુનાગઢને આઝાદી પણ ૯ નવેમ્બરે જ પ્રાપ્ત થયેલ આમ શુભ આંક ૯ સાથે જુનાગઢનો અનેરો નાતો રહ્યો છે.

દરમ્યાન આજના મુકિત દિવસની ઉજવણીના ભાગરૂપે કોરોના સંકટને લઇ કોઇ વિશેષ કાર્યક્રમો આયોજીત કરાયા નથી પરંતુ સવારે ઐતિહાસીક બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં મળ્યા હતા ઉપક્રમે વિજય સ્થંભનું પુજન કરવામાં આવેલ.

આ પ્રસંગે મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, ડે. કમિશ્નર જે.એન. લીખીયા વગેરેએ હાજરી આપી હતી.

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આરઝી હકુમત મુકિત દિન ર૦ર૦ની આજે ૯મી નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજે સવારે બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે સ્થંભનું પુજન વિધીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર ધીરૂભાઇ ગોહેલ ધારાસભ્ય ભીખાભાઇ, મહેન્દ્રભાઇ મશરૂ જોષી મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા ડે.મેયર હિમાન્સુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા શહેર ભાજપના પ્રમુખ શશીકાન્તભાઇ ભીમાણી કોર્પોરેટર સંજય કોરડીયા, આદ્યાશકિતબેન મજમુદાર, આરતીબેન જોષી તેમજ યોગીભાઇ પઢીયાર, ગીતાબેન મહેતા, મનુભાઇ મોકરીયા વગેરેની ઉપસ્થિતમાં વિજય સ્થંભનુ પુજન કરતા મેયર સહિતના આગેવાનો નજરે પડે છે.

(12:59 pm IST)