Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દહેરાદુનમાં ભાજપ હોદેદારોને અકસ્માત નડતાં ઝાલાવડમાં શોક : ક્રિપાલસિંહ ઝાલાની ૪૮ કલાકે ભાળ નથી

મૃગેશભાઇ રાઠોડના મોતથી અરેરાટી : હિતેન્દ્રસિંહ ચૌહાણ સારવારમાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૯: સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ત્રણ યુવા હોદેદારો કેદારનાથની યાત્રા કરવા માટે ગયા હતા. જયાંથી દહેરાદૂન પરત ફરતા જોશીમઠ પાસે તેમની કાર પુલ પરથી પસાર થતી હતી ત્યારે વળાંકમાં અચાનક કિચડ આવી ગયુ હતુ આથી સ્થાનિક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવવાથી કાર ઉંડી ખાઇમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઇ રાઠોડનું ઘટના સ્થળે મોત થયુ હતુ. જયારે લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા અને કાર ચાલક લાપતા છે. જયારે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતના આ બનાવને લઇને જિલ્લા ભાજપની સાથે આમ જનતામાં પણ ગમગીની સાથે શોકનો માહોલ છવાયો છે.

વળાંક વાળા રસ્તા, બાજુમાં ઉડી ખાઇ અને નીચે વહેતા નદીના ધસમસતા પ્રવાહને કારણે કેદારનાથની યાત્રા ખુબ જ વિકટ અને જોખમી માનવામાં આવે છે. આવી જ યાત્રા સુરેનદ્રનગરના ભાજપના અગ્રણીઓ માટે મોતની યાત્રા બની ગઇ હતી. જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઇ રાઠોડ અને લીંબડી યુવા ભાજપ પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા આ ત્રણ મિત્ર હરિદ્વાર, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાએ જવા માટે ૫ નવેમ્બરના રોજ પ્લેનમાં બેસીને રવાના થયા હતા. દેહરાદુનથી હેલીકોપ્ટરમાં બેસીને કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા કરીને ઇનોવા કારમાં બેસીને પરત ફરતા હતા. ત્યારે જોશીમઠ પાસે વળાંકમાં આવેલા પુલ પર અચાનક ચીકણી માટીનું કિચડ આવી ગયુ હતુ આથી સ્થાનીક ચાલકે કાબુ ગુમાવતા કાર ઉંડી ખાઇમાં ખાબકતા કરૂણાંતીકા સર્જાઇ હતી.બનાવની જાણ થતાની સાથે જિલ્લા ઉપરાંત ગાંધીનગર સુધી પડદ્યા પડયા હતા. મુખ્યમંત્રી કાર્યાલયથી ઉતરાખંડ સરકારનો સંપર્ક કરીને ભલામણો થતા ટીમો રવાના કરાઇ હતી.

હાલ એસડીઆરએફ સહિતની ટીમે દ્યટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બીજા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે, પણ કોઈ પત્ત્।ો લાગ્યો નથી. તેમની કાર ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી હતી તેમાં એક યુવકનું મોત નિપજયું છે. ત્રણેય લીંબડી, વઢવાણ અને ચોટીલા ખાતે રહેતા હતા.

ત્યારે સૂત્રો મુજબ પુલ પરથી કાર અલકનંદા નદીમાં ખાબકી ત્યારે ક્રિપાલસિંહ આગળ સીટબેલ્ટ બાંધી બેઠા હતાં. લોકલ ડ્રાઇવર સાથે તેઓ પાણીના ધસમસતા પ્રવાહથી તણાઇને દૂર જતા રહેતા તેમને શોધવા માટે ૨૦૦દ્મક વધુ લોકોની ટીમને કામે લગાડવામાં આવી છે. પરંતુ રવીવારની મોડી સાંજ સુધી તેમનો પતો લાગ્યો ન હતો.મુખ્યમંત્રી કાર્યાલયે ઉતરાખંડ સરકારનો સંપર્ક કરતાં બચાવ અને શોધોખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર ૩૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ગાયબ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ દ્યટનાની જાણ થતાં તેમણે ઉત્ત્।રાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યુવકને શોધવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરાયું છે.

ત્યારે આ અકસ્માતના પગલે સમગ્ર ભાજપની ટીમમાં શોક વ્યાપી જવા પામ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની ભાજપની ટીમ ના હોદેદારો ઉત્ત્।ર પ્રદેશમાં આ અકસ્માત સર્જાયો છે ત્યાં દ્યટનાસ્થળે દોડી જવા પામ્યા છે ત્યારે ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના હસ્તકલા નિગમના ચેરમેન શંકરલાલ દલવાડી, જીતુભાઇ દર્શન હોટલ અને રણજીતસિંહ ચૌહાણ સહીતના લોકો દહેરાદૂન ખાતે પહોંચ્યા છે અને ઈજાગ્રસ્ત હિતેન્દ્રસિંહ ની મુલાકાત લીધી છે.

ઉત્ત્।ર પ્રદેશના જેઠીમઠ પાસે અલકનંદા નદી માં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ત્રણ યુવા હોદેદારોને અકસ્માત નડ્યો છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના યુવા પ્રમુખ મુર્ગેશભાઈ રાઠોડનું આ અકસ્માત દરમિયાન મોત નિપજયું છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી હિતેન્દ્ર સિંહ ચૌહાણ નો ચમત્કારિક રીતે આ અકસ્માતમાં બચાવ થવા પામ્યો છે બીજી તરફ જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ભાજપ યુવા પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા નો આ અકસ્માત થયા ને ૪૮ કલાક થયા હોવા છતાં હજુ કોઈ ભાળ મળી રહી નથી.

ત્યારે આ ક્રિપાલસિંહ ની શોધખોળ કરવા માટે હાલમાં ત્યાંની બચાવ કામગીરીની ટીમો કામે લાગી છે અને હાલમાં ડ્રોન કેમેરાની મદદથી અલકનંદા નદી ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રોન કેમેરાની મદદથી ક્રિપાલસિંહ ઝાલા ની શોધખોળ હાથ ધરવામાં આવી છે બીજી તરફ આ અકસ્માત દરમિયાન ડ્રાઈવર પણ પાણીના પ્રવાહમાં તણાઈ જવા પામ્યા છે ત્યારે હજુ ડ્રાઇવરની પણ કોઇ ભાળ મળી રહી નથી.

ત્યારે આજે આ મુર્ગેશ ભાઈનું મૃતદેહ વઢવાણ ખાતે બપોરના સમયે ઉત્ત્।ર પ્રદેશથી લાવવામાં આવશે તેવું હાલમાં ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શહેરીજનો મુર્ગેશ ભાઈ રાઠોડ ની અંતિમ સંસ્કાર ની વિધિ માં જોડાય તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે હાલમાં સમગ્ર ભાજપની ટીમ એ જિલ્લા યુવા પ્રમુખ ને ખોતા કાયમ તેની ખોટ વર્તાશે તેવું સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:41 am IST)