Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કેશુભાઇના અસ્થિનું સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જન

શ્રી સોમનાથ ટ્રસ્ટના હોદ્દેદારો-પરિવારજનોની ઉપસ્થિતિમાં તિર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોકત વિધી-મંત્રોચ્ચાર

વેરાવળ : શ્રી કેશુભાઇ પટેલના અસ્થિઓનું શ્રી સોમનાથ ત્રિવેણી ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું તે નજરે પડે છે. (તસ્વીર : દિપક કક્કડ-વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૯ : રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી કેશુભાઇ પટેલનું અવસાન થતા ઘેરા શોક છવાયો છે.

આજે શ્રી સોમાનાથના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રી કેશુભાઇ પટેલના અસ્થિનું આજે સવારે વિસર્જન કરવામાં આવ્યું હતું.

આજે સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શ્રી કેશુભાઇ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રી સોમનાથ ટ્રસ્ટના તિર્થ પુરોહિતો દ્વારા શાસ્ત્રોકત વિધીથી ત્રિવેણી સંગમ ઘાટ ઉપર મંત્રોચ્ચાર સાથે અસ્થિઓનું વિસર્જન કરાયું હતું.

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલની અસ્થિ વિસર્જન સોમનાથના ત્રીવેણી સંગમ ઘાટ પર કરાયુ...રાત્રીના જ સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો સોમનાથ આવી પહોચ્યા...વ્હેલીસવારે  સોમનાથ ટ્રસ્ટ તથા તેમના પરિવારજનો દ્રારા અસ્થી વિસર્જન કરાયુ...સોમનાથ ટ્રસ્ટના તીથઁ પુરોહિતો દ્રારા શાસ્ત્રોકત વિધીથી ઘાટ પર મંત્રોચ્ચાર કરાયા.....વિ.ઓ.- સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ પોતાના રાજકીય કાર્યકાળ બાદ સોમનાથ ટ્રસ્ટમંા સૌથી વધુ સમય સેવા આપી હતી અને સોમનાથમાં આવનાર યાત્રીકો માટે દાતાઓના સહયોગથી ખૂબજ વિકાસના કામો કરેલ છે તેમજ પોતાના ધર્મપત્ની સ્વ. લીલાવંતીબેન પટેલના નામે પણ કરોડોના ખર્ચે યાત્રીકોના આવાસ માટે લીલાવતી ભવનનુ નિર્માણ કરેલ છે જેનો દેશવિદેશથી આવતા યાત્રીકો લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત અનેક કામોને વેગ આપ્યો છે ત્યારે સોમનાથ મંદિરના સાનિધ્યમા આવેલ ત્રીવેણી સંગમ નદી ઘાટ પર તેમની અસ્થી વિસર્જનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમા તેમના પરિવારજનો અને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)