Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોરબી એસઓજી ટીમે ઓઇલ ચોરીના ગુન્હામાં બે ઇસમોને પાસા તળે જેલમાં ધકેલ્યા

મોરબી,તા. ૯: વડોદરાના બે ઈસમો ઓઈલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોય જે બંને ઇસમોને પાસા તળે મોરબી એસઓજી ટીમે જેલહવાલે કર્યા છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજાને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી માટે જરૂરી સુચના અને માર્ગદર્શન મળતા એસઓજી ટીમે પાસા અટકાયતી હુકમ અન્વયે મયુર ચંદ્રકાંત જાદવ (ઉ.વ.૩૨) રહે સયાજી પાર્ક સોસાયટી વડોદરા વાળો ઓઈલ ચોરીમાં સંડોવાયેલ હોય જેને પાસા એકટ તળે ડીટેઈન કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરાયો છે જયારે નિશાંત કિરણ કરણીક (ઉ.વ.૩૬) રહે વડોદરા વાળાને પાસા એકટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ રાજકોટ હવાલે કરાયો છે.

(11:37 am IST)