Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જૂનાગઢના જામકાના ખેડૂતની સિદ્ધિ :એરોબેટીક સાઈકલ પ્લાન્ટ બનાવી કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી

પ્લાન્ટ દ્વારા તૈયાર થતા ગૌ ધરામૃત પ્રવાહી ખાતર તેમજ મીથેન ગેસ દ્વારા બળતણ ઉર્જા તૈયાર કરતા મશીન બનાવ્યું

જૂનાગઢ તાલુકાના જામકા ગામના  પ્રગતિશીલ ખેડૂતે કૃષિ ક્ષેત્રે નવું સંશોધન કર્યું છે. જેમાં તેણે એક એવું મશીન બનાવ્યું છે જે મશીનથી ખેત પેદાશોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. જામકા ગામ ચેક ડેમ અને ગીર ગાય માટે ખુબ પ્રખ્યાત છે અહીના પ્રગતિશીલ ખેડૂત પરશોતમ કૃષિ ક્ષેત્રે નવા સંશોધન કરે છે આજે જ્યારે રસાયણોથી ખેતીની જમીન બંજર બનતી જાય છે ત્યારે તેણે એક એનારોબીક સાઈકલ પ્લાન્ટ દ્વારા તૈયાર થતા ગૌ ધરામૃત પ્રવાહી ખાતર તેમજ મીથેન ગેસ દ્વારા બળતણ ઉર્જા તૈયાર કરતા મશીન બનાવ્યું છેતેમાં ગૌ મૂત્ર, ગોળ.છાશ..બેક્ટેરિયા વિગેરે ભેળવી તેનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં બની જાય છે અને જમીનમાં રહેલી ઉપયોગી ફૂગનો વધારો કરે છે આ પ્રવાહીને પાણી સાથે કે પાક પર સીધું છાટવામાં આવે તો ઓછા ખર્ચે વધું ઉત્પાદન મેળવી શક્ય છે

એનારોબીક સાઈકલ પ્લાન્ટથી  ખેડૂતોને ખુબ ફાયદો થાય તેવા આશયથી આજુબાજુના ખેડૂતો અને એનજીઓને આ પ્લાન્ટનું નિદર્શન કરાવી તેના તેના ફાયદાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હાલ આ મશીન 17,500માં બનાવેલું છે. તેમ ખેડૂતે જણાવ્યું હતું.

સાથે જેટલી લીક્વીડની જરૂર હોય તેમ અ મશીન બનાવી શકાય છે અને ખાસ તો ડ્રીપ પદ્ધતિ ખુબ ઉપયોગી નીવડી છે.  ખાસ તો ફળોમાં અને અન્ય પાકોમાં પણ ખુબ સારો ઉતારો મળ્યો છે

જામકા ખાતે  યોજાયેલ આ એરોબેટીક સાઈકલ પ્લાન્ટના નિદર્શનમાં ખેડૂતોએ રસ દાખવ્યો હતો અને કઈ રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવી હતી સાથે આ પ્રવાહીથી ફળોમાં ખાસ તો ડુંગળીમાં ખુબ સારો પાક આવ્યો છે તે પણ નિહાળ્યું હતું.

(8:31 am IST)