Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પોરબંદર : શેરી રાસ ગરબામાં કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે અમલ કરાવવા માંગણી

પોરબંદર તા.૯ : સામાજિક કાર્યકર જયેશભાઇ એચ.સવજાણીએ કલેકટરને રજૂઆતમાં ચાલુ વર્ષમાં નવરાત્રી દરમિયાન શેરી રાસ ગરબા તેમજ અન્ય સ્થળે ઉજવાતા રાસ ગરબા કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા તેમજ ગાઇડ લાઇનનું પાલન ન કરનાર આયોજકો સામે પગલા લેવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે હાલમા ચાલુ વર્ષમાં શેરી રાસ ગરબા તેમજ અન્ય જાહેર સ્થળોએ ૪૦૦ સંખ્યાની મર્યાદામાં રાસ ગરબાનું આયોજન કોરોનાની ગાઇડ લાઇન તેમજ સરકારશ્રીની શરતોને આધીન રહી કરવાની સરકાર દ્વારા મંજુરી આપેલ છે. જે ગાઇડ લાઇનનું પોરબંદર શહેરી વિસ્તારના રાસ ગરબાના આયોજકો સામે ચુસ્તપણે પાલન કરવા જરૂરી સુચનાઓ તથા અમલવારી કરવા માટે જાણ કરવી જરૂરી છે. હાલમાં અર્વાચીન ગરબીઓ બંધ હોય જેના કારણે જાહેરમાં યોજાનારી ગરબીઓમાં પબ્લીકનો ટ્રાફીક ખુબ જ વધારે રહેશે જેથી પુરેપુરી શકયતા છે. જેથી આ છુટછાટ આપેલ છે.

જેના આયોજકો દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું પાલન ન થાય અને આવતા દિવસોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે અથવા કોરોનાની અસર જોવા મળે તે અગાઉ સરકારશ્રીની ગાઇડ લાઇન તેમજ સુચનો ધ્યાને લઇ તમામ આયોજકો તેમજ  ગરબી રમતી મહિલાઓએ તથા જાહેર પબ્લીકને આ કાર્યક્રમ દરમિયાન કોરોનાની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવા તેમજ ડિસ્ટન્સ રાખવા તેમજ રસી લીધેલ છે કે નહી તેના પુરાવા હાજર રાખવા તેમજ અન્ય સરકારશ્રીની જે ગાઇડલાઇન છે તેનુ ચુસ્તપણે પાલન થાય તેના માટે દરેક ગરબી મંડળના આયોજકોને જરૂરી લેખીત તેમજ મૌખીક સુચના આપવા રજૂઆતમાં જણાવેલ છે.

(1:19 pm IST)