Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જેતપુરની એસપીસીજી સ્કૂલ સંચાલકોએ ફી ભરવા ધમકી ભર્યો સરકયુલર મોકલ્યો

સરકારના પરિપત્રનો ઉલાળીયો કરી : ૧પમી સુધીમાં ફી ભરવા અલ્ટીમેટમ, નહિ તો કડક પગલાની ચીમકી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૯ : શહેરની એસપીસીજી સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓની ફી ભરવા બાબતે ધમકી ભર્યો સરકયુલર બહાર પાડી વાલીઓ ઉપર ફી ભરવાનું દબાણ લાવતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

કોરોનાના કારણે તમામના ધંધા રોજગાર ઠપ થઇ ગયા હોય મધ્યમ વર્ગ મહામુશીબતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે રાહત આપી હોય કે જેથી કરી સામાન્ય માણસ પોતાનું ગુજરાન ચલાવી શકે.. બેંકોની લોનમાં પણ રાહત આપી હોય શિક્ષણક્ષેત્રે લાખો વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહીં અને વાલીઓ પોતાના સંતાનનું ભણતર ચાલુ રાખી શે તે માટે સ્કૂલ ફીમાં રપ ટકાનો કાપ મૂકલ અને ૭પ ફી ધારાધોરણ મુજબ ભરી શકે તેઓ પરિપત્ર સરકારે બહાર પાડતા આંશીક રાહત અનુભવી હતી, પરંતુ પ્રથમ સત્ર પૂર્ણ થઇ હાલ બીજુ સત્ર ચાલુ હોય શહેરની જુનાગઢ રોડ પર આવેલ એસપીસીજી સ્કૂલના સંચાલકોએ સરકારના પરિપત્રનો ઉલાળીયો કરી વાલીઓને બાકીર હેતી ફી તા.૧પ સુધીમાં જમા કરાવવાનો પરિપત્ર બહાર પાડેલ અને જો ત્યાં સુધીમાં ફી નહીં ભરાય તો શીસ્તભંગના પગલા લેવામાં આવશે. આવા પરિપત્રથી વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

વાલીઓમાં એવું ચર્ચાય રહ્યું છે કે સરકારની જાહેરાત પહેલા જ પ્રથમ સત્રથી ફી ભરી લીધી છે તેથી પ્રથમ સત્રમાં ભરેલ ફીમાંથી સરકારે આપેલ રાહત મુજબ ફી વધારો સરભર કરી દેવો જોઇએ.

(12:45 pm IST)