Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

જોડીયાના મસાણિયા ચેકડેમના પાટિયા ફીટ કરવા માટે ખેડૂતોનું શ્રમદાન

(રમેશ ટાંક દ્વારા) જોડીયા તા.૯ : ખેડૂતોની જીવાદોરી સમાન જોડીયાના ઉંડ નદી પર સ્થિત મસાણિયા ચેકડેમ જે રાજાશાહી વખતનો નિર્માણ કરાયો હતો. હાલમાં ઉપરોકત ચેકડેમ જિ.પં. હસ્તક છે. દર ચોમાસા પુર્વે સિંચાઇ વિભાગના આદેશથી જૂન માસમાં મસાણિયા ચેકડેમના નવ નાલાના પાટીયા ખોલી નાખવામાં આવે છે. તેનુ મુખ્ય કારણ ચોમાસા દરમિયાન ઉંડ-ર ડેમમાંથી જ છોડતુ પાણી જોડીયાના નિચાણવાળા વિસ્તારને બચાવવા માટે કુંજડ પુલ સુધી ચેકડેમમાં વરસાદી પાણી સંગ્રહ થાય છે.

જોડીયા કુંજડ અને બાદનપરના ખેડૂતોને સિંચાઇનો લાભ મળે છે. ચોમાસાના વિદાઇ બાદ જિ.પં.ની મંજુરીથી જોડીયાના ખેડૂત સમાજના લોકો ખુલ્લા પડેલા નવ નાલોને પુનઃ પાટીયા ફીટ કરવામાં શ્રમદાન આપી રહ્યા છે.

બારે માસ અને ચોવીસ કલાક નદીના ઉપલા કાંઠે ખેડૂતો અને સાગર ખેડૂના અવર જવર એક માત્ર મસાણિયા ચેકડેમના પાળો છે તે પણ ગામની મહિલા દ્વારા પાળો ધોબીઘાટ સાબિત થાય છે. છ માસ સુધી ચેકડેમમાં પાણીના સંગ્રહ થાય છે. રાજાશાહી વખતમાં ચેકડેમ બનાવાના ઉદ્દેશ્ય દરિયાના ભરતી સમયનુ ખારૂ પાણી  નદી વિસ્તારમાં રોકવાનુ દરેક ચોમાસા દરમિયાન ઉંડ-ર ડેમનું વધારાનું પાણી મસાણિયા ચેકડેમ પરથી દરિયામાં વહે.

હાલમાં મસાણિયા ચેકડેમ ક્ષતિગ્રસ્ત અને જર્જરીત બનતા ખેડૂતોએ સરકાર સમક્ષ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે.

(11:20 am IST)