Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સોમનાથ-ઓખા ટ્રેનમાં ૬૦ હજારની મત્તા સાથેનો થેલો ભુલી જનાર મુસાફરને પરત આપતી આરપીએફ

રાજકોટ, તા., ૯: ગઇકાલે સોમનાથ-ઓખા એકસપ્રેસ ઓખા સ્‍ટેશન ઉપર પહોંચી ત્‍યારે મુસાફરો ઉતરી ગયા બાદ ઓન ડયુટી રેલ્‍વે પ્રોટેકશન ફોર્સના તારાચંદે ગાડી ચેક કરી ત્‍યારે એસ-૧ કોચની બર્થ નં. ૪૦ ઉપર એક કાળા કલરનો બીનવારસી થેલો દેખાયો હતો. આ બેગ તેમણે આરપીએફ આઉટ પોસ્‍ટ-ઓખામાં લાવીને ખોલી ત્‍યારે તેમાંથી એક પર્સ મળ્‍યું હતું. જેમાં લખેલા મોબાઇલ પરથી આ થેલાના માલીકને શોધી પરત આપવામાં આવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે ધનંજય ભામાણી (ઉ.વ.ર૭) રહે. મીઠાપુર, જામનગરથી  મીઠાપુર આવી રહયો હતો ત્‍યારે રસ્‍તામાં નિંદર આવી જતા ઓખા પહોંચી ગયો હતો. પાછળથી ઉતાવળમાં તે પોતાની બેગ ભુલી ગયો હતો. જેમાં એક એચપી કંપનીનું લેપટોપ, એક લીનોવા કંપનીનો મોબાઇલ ફોન, રપ૭૦ રૂા. રોકડા, આધાર કાર્ડ અને અન્‍ય દસ્‍તાવેજો મળી ૬૦ હજાર જેવી મત્તા હતી. ડીઆરએમ નિનાવે અને સુરક્ષા અધિકારી મિથુન સોનીએ આરપીએફ સ્‍ટાફની કામગીરીને બિરદાવી હતી.

(4:01 pm IST)