Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જૂનાગઢમાં ભાજપ દ્વારા વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં અભ્યાસવર્ગ સંપન્ન

જુનાગઢ તા.૯: પ્રદેશ ભાજપ દ્વારા આયોજીત સોેૈરાષ્ટ્ર ઝોન નગરપાલિકા પ્રશિક્ષણવર્ગ એકદિવસનો યોજાયો જેનું યજમાનપદ જૂનાગઢ ભાજપા દ્વારા કરવામાં આવેલ હતું. ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આ અભ્યાસવર્ગ સંપન્ન થયો આ વર્ગમાં સોૈરાષ્ટ્રના જૂનાગઢ ગિર-સોમનાથ-અમરેલી- ભાવનગર- જામનગર- દ્વારીકા- પોરબંદર જિલ્લાના કુલ ૪૧ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની હાજરી હતી સાથોસાથ જે તે જિલ્લાના પ્રભારી -પ્રમુખ-મહામંત્રી પણ બેઠકમાં અપેક્ષિત હતાં.

ભારતી આશ્રમની સુંદર વ્યવસ્થા બે અલગ-અલગ હોલમાં સવારે ૯:૩૦ વાગ્યે ચા-નાસ્તાથી રજીસ્ટ્રેશન શરૂ થયંુ હતું. મહાનગરની બહેનો દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવી રજીસ્ટ્રેશન કરી કીટ આપવામાં આવેલ હતી, સવારના ૧૦:૩૦ વાગ્યાથી પ્રથમ ઉદ્દઘાટન સત્રને સંગઠન મહામંત્રીએ ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી આઇ.કે.જાડજા એ ખુલ્લું મુકયું હતું.

આઇ.કે. જાડેજા દ્વારા ''નગરપાલિકા અધિનીયમ તેના વહિવટી મુદ્દાઓ અને કાર્યપદ્ધતિ વિશે ખુબ જ સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે માન.શ્રી ભીખુભાઇ દલસાણીયા દ્વારા ભાજપનો ઇતિહાસ અને વિકાસ આ વિષય પર જનસંઘની સ્થાપના સમયની વિષમ પરિસ્થિતિ અને આજે ૧૧ કરોડ પ્રાથમિક સભ્યો વિશ્વની સોૈથી મોટી પાર્ટી અંગેનો ચિતાર રજુ કરીને સહુને પોતાનો ભુતકાળ યાદ કરવાની સલાહ આપી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ''ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની જવાબદારી''એ વિષય પર ચૂંટાયા પછી આપણા મતદારો સુધી કેવી રીતે જોડાયેલા રહેવું અને નાનામાં નાના કાર્યકર સાથેનો સંપર્ક  રાખી જે તે પ્રશ્નોનો નિકાલ સ્થાનિક લોકોની હાજરીમાં જ થાય તેવી શીખ આપી હતી જયારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અભ્યાસવર્ગ યોજવા બદલ સંગઠનની ટીમને અભિનંદન આપ્યા હતા પોતે પણ રાજકોટ મનપાથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી તેના ઉદાહરણ આપ્યા હતા સતાનો જન્મ સંગઠનથી જ થાય છે અને સંગઠન નબળું પડે તો આજની કોંગી પાર્ટી જેવી હાલત થાય એવા દાખલા આપી દરેક પ્રતિનિધિઓ પોતાનો વહેવાર વર્તન-વાણીથી પાર્ટીની છબીને ઉજળી બનાવવા અંગે અપીલ કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા શશીકાંતભાઇ ભીમાણી, મહામંત્રીશ્રી પૂનિતભાઇ શર્મા, ભરતભાઇ શિંગાળા, ચંદ્રેશભાઇ હેરમાએ વ્યવસ્થા સંચાલન કરેલ તો સમગ્ર વર્ગના ઇન્ચાર્જ તરીકે માન.શ્રી પ્રદિપભાઇ ખીમાણીએ સુંદર કામગીરી બજાવેલ જયારે ભોજનશાળાની જવાબદારી પુર્વધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂએ સંભાળેલ, મેયરશ્રી આદ્યાશકિતબેન મજમુદાર, ડે.મેયરશ્રી ગિરીશભાઇ કોટેચા, સ્ટે.ચેરમેન નિલેશભાઇ ધૂલેશીયા, જયોતિબેન વાછાણી, સંજયભાઇ કોરડીયાએ પોતાની જવાબદારીઓ નિભાવેલ આમ સમગ્ર રીતે ટીમવર્કથી આ પ્રશિક્ષણવર્ગને સફળ બનાવેલ હતો.

(2:10 pm IST)