Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ગુજરાત વાયબ્રન્ટ બનાવતા યુવાનોના થનગનાટ સંગાથે જુનાગઢમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના યુવા મહોત્સવનો પ્રારંભ

રાજકોટમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બે-દિવસીય યુવક મહોત્સવમાં ૩૪ કોલેજના ૮પ૦ છાત્રો સાહિત્ય લલીતકલા, નાટક, નૃત્ય અને કલાયાત્રાના સંગે હિલોળે ચઢશે

જૂનાગઢ તા.૯: ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ દ્વારા દ્વિતિય યુવક મહોત્સવ ઙ્કઅવસર-૨૦૧૮ઙ્ખ બામણગામ ખાતે આવેલ નોબલ કોલેજ ખાતે રંગારંગ પ્રારંભ થયો છે. દ્વિતિય યુવક મહોત્સવમાં ૩૪ જેટલી કોલેજોનાં ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓ ૩૦ જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે.

 કલા, સાહીત્ય, શિસ્ત, સંસ્કૃતિ, અને સેવાનાં અદભુત સમન્વય સમા આ યુવક મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધા, કવીઝ, રંગોળ, તત્કાળ ચિત્રકળા, કોલાજ, પોસ્ટર કેકીંગ, એકાંકી, લદ્યુનાટીકા, મીમીક્રી, શાસ્ત્રીય સંગીત, સમહુગીત, દુહાછંદ, ભજન, લોકગીત, વેસ્ટર્ન સોંગ, નરસિંહ મહેતાનાં પદનું ગાન, લોકનૃત્ય, પ્રાચિન રાસ, શાસ્ત્રીય નૃત્ય, વિગેરે ૩૦ જેટલી સ્પર્ધાઓમાં યોવન હિલ્લોળે ચઢશે. કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. જે.પી મૈયાણીએ જણાવ્યુ હતુ કે સતત પ્રયત્નોથી જીવનમાં કોલપણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ગાંધીજીનાં મુલ્યો સત્ય, અહિંસા અને સાદગીનો ઉલ્લેખ કરીને વધુમાં જણાવ્યુ હતુ કે આહાર વિહાર અને વિચારની શુધ્ધતા એટલે જ ગાંધી વિચારધારા. શ્રી મૈયાણીએ જણાવ્યુ કે યુવા મહોત્સવો યુવાધનની આંતરિક શકિતઓને બહાર લાવી રાષ્ટ્રભકિત માટે પ્રેરણાના પણ અવસર રૂપી યુવાશકિતના થનગનાટથી જ ગુજરાત વાયબ્રન્ટ છે.

યુવક મહોત્સવને જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધીએ દીપપ્રાગટ્યથી પ્રારંભ કરાવતા જણાવ્યુ હતુ કે યુવાનોમાં રહેલી કલા અને કેાશલ્યને નિખારવાનો આ અવસર છે. રાજય સરકાર ગ્રામિણ કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ દ્વારા કલારૂપી ગુજરાતને ગૈારવને ઉજાગર કરવા અનેક કાર્યક્રમો અમલી બનાવ્યા છે. કોલેજ કક્ષાએ પ્રવેશ પામતા યુવાઓને ટેબ્લેટ આપવાની વાત યુવાનોને સાંપ્રત ટેકનલોજી સાથે સંયોજીત કરી વિદ્યાભ્યાસક્ષેત્રે અવ્વલતા પ્રાપ્ત કરાવા અને પુર્વ રાષ્ટ્રપતિ અને દેશનાં મિસાઇલ ટેકનોલોજીનાં વૈજ્ઞાનીક અબ્દુલ કામ સાહેબનાં જીવનમાંથી પ્રેરણા હાંસલ કરવા જણાવી યુવાનોને લક્ષ્ય હમેંશા મોટુ રાખવા અને નોલેજ સ્ટીડીઝ પર બરાબર ધ્યાન કેન્દ્રીત કરવા આહવાન કર્યુ હતુ.  

જૂનાગઢના મેયર સુશ્રી આદ્યાશકિતબેન મજમુદારે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના છાત્રોને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનેલી મોબાઇલ ટેકનોલોજીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવા અનુરોધ કરી જણાવ્યુ હતુ કે અભ્યાસલક્ષી પ્રવૃતિ ઉપરાંત કલા અને ઈતર પ્રવૃતિ થકી વિદ્યાર્થીઓને સર્વાગી વિકાસ સાધવો એ સમયની માંગ છે. દેશના લોખંડી પુરૂષ સરદારનાં જીવનમાંથી પ્રેરણા લેઇ રાષ્ટ્રહિત અને સમાજોત્કર્ષની પ્રવૃતિઓમાં સમયદાન આપી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠને સાંક્ષતકાર કરીએ તેમ છાત્રોને અનુરોધ કર્યો હતો અને યુવાનો માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા નગરસેવકશ્રી નિલેષભાઇ ભુલેશીયા, નાયબ મેયર ગીરીશભાઇ, કલામર્મજ્ઞ શ્રી અરવીંદભાઇ બારોટ, અમેરીકાથી પધારેલ વૈજ્ઞાનીક જી.એન.પટેલ, શ્રી વી.પી.ત્રિવેદી, અતુલભાઇ બાપોદરા,વરિષ્ઠ અધિકારીઓ, કલામર્મજ્ઞ કલાસાધકો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે સ્વાગત પ્રવચન પાર્થ કોટેચાએ અને આભારવિધી કુલસચિવ ડો. એમ.એચ. સોનીએ કર્યા હતા.  કલા-સાહિત્ય,શિસ્ત, સંસ્કૃતિ અને સેવાનાં અદભુત સમન્વય સમા અવસર -૨૦૧૮ એટલે કે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. યોજીત દ્વિતિય યુવક મહોત્સવ ખરા અર્થમાં કલાયાત્રાનાં સંગાથે વિવિધ સ્પર્ધાઓમાં કોલેજીયનો સહભાગીતા વ્યકત કરી યોવન હીલ્લોળે ચઢશે.

(2:07 pm IST)