Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાણાવાવ પાસે ફાર્મ હાઉસમાંથી નશીલા સફેદ પાવડરનો જથ્થો ઝડપાયો

રાણાવાવના આસીત સવાણી અને વલી મહોમદ સતાર સામે ગુન્હોઃ પોરબંદર એસ ઓ.જીનો દરોડો

રાણાવાવ પાસે નશીલા પાવડરનો જથ્થો ઝડપાયો  : રાણાવાવ પાસે ફાર્મ હાઉસમાંથી પોલીસે ૧૩ હજારનો નશીલા સફેદ પાવડર સાથે રાણાવાવના આશીત સવાણી અને વલી મહોમદને પકડી પાડેલ. તસ્વીરમાં બન્ને આરોપીઓ તથા નશીલા સફેદ પાવડરનો જથ્થો નજરે પડે છે.(તસ્વીરઃ પરેશ પારેખ,પોરબંદર)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૯: રાણાવાવ પાસે પીપળિયા રોડ ઉપર ફાર્મ હાઉસમાં પોરબંદર એસ.ઓ.જી પોલીસે દરોડો પાડીને નશીલા સફેદ પાવડર ૧,૩૦૦ મીલી ગ્રામ કિ.રૂ.૧૩ હજાર તથા ગાંજો ૧૫,૩૦૦ મીલી ગ્રામ કિ.રૂ.૧૦૦ જથ્થો ઝડપી લીધો હતો.

આ નશીલા પદાર્થ રાખવા અંગે રાણાવાવના આસીત કિશોરભાઇ સવાણી અને વલીમહોમદ સતાર ચાવડા સામે ગુન્હો નોંધાયો છે. એસ ઓ.જી.પોલીસે બાતમીને આધારે આ જથ્થો પકડી પાડ્યો હતો. એસ.ઓ.જીના પીએસઆઇ એન.કે. મણવરે વધુ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)