Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પીપાવાવમાંથી ચોરાયેલ ટ્રક સાથે બે શખ્સોને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લીધા

તસ્વીરમાં ચોરાઉ ટ્રક અને પકડાયેલ બંન્ને શખ્સો નજરે પડે છે.

રાજકોટ, તા., ૯: અમરેલી જીલ્લાના પીપાવાવ પોલીસ મથકમાંથી ચોરાયેલ ટ્રક સાથે બે શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા.

રાજકોટ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવાની રૂરલ એસપી બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન  જેતપુર પાસે ટ્રક સાથે શંકાસ્પદ હાલતમાં નિકળેલ સમીર ઉર્ફે રોબર્ટ ઉંમરભાઇ જોખીયા (રહે. સરકારી ગોડાઉન પાસે, ડોલીનો પટ, રાજુલા) તથા અસ્પાક ઉર્ફે આરીફ દિલુભાઇ આરબ (રહે. તવકલનગર, રાજુલા)ને પકડી પાડી કડક પુછપરછ કરતા તેની પાસે રહેલ ટ્રક ચોરાઉ હોવાનું અને બે દિ' પુર્વે જ પીપાવાવ પોર્ટ વિસ્તાર પેટ્રોલ પંપ પાસેથી અશોક લેલન્ડ ટ્રક નં. જીજે૧૪ ટી ૪૬૧૭ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ અંગે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે પીપાવાવ પોલીસને જાણ કરી હતી.

આ કાર્યવાહીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ અમીત કનેરીયા, અનીલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રહીમભાઇ દલ તથા દિવ્યેશભાઇ સુવા જોડાયા હતા.

(2:05 pm IST)