Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમરેલી મહિલા કોલેજના માર્ગો ઉપર ખોદકામ કરાતાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ પરેશાન

અમરેલી, તા.૯: અમરેલીનાં ચિત્તલ માર્ગથી મહિલા કોલેજ, તાલીમ ભવન અને લો-કોલેજ તરફ જતાં માર્ગ પર કોઈ અજાણ્યા શખ્સોએ માર્ગ તોડી નાખતાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને માર્ગ પરથી પસાર થવુ મુશ્કેલ બન્યુ હોય ત્રણેય કોલેજનાં આચાર્યએ કલેકટરને લેખિત ફરિયાદ કરેલ છે.

ફરિયાદમાં જણાવેલ છે કે, ચિતલ રોડ પર અંધશાળા તેમજ રાધિકા હોસ્પિટલ વચ્ચેથી પસાર થઈ આગળ આવેલ કોલેજ કેમ્પસ સુધીનાં જાહેર રસ્તાનું આશરે છ માસ પહેલા કોઈક અજાણ્યા શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે આખા રોડ રસ્તાનું એકથી દોઢ ફૂટ સુધીનું ખોદકામ કરેલ છે અને આ અંગે નગરપાલિકા - અમરેલીનો રૂબરૂ સંપર્ક સાધતા આ રોડ રસ્તાનું ખોદકામ કરવા કે નવો બનાવવાની કોઈ પણ જાતની મંજુરી અપાયેલ નથી તેવું જાણવા મળેલ છે. આ કેમ્પસમાં ત્રણ કોલેજો આવેલ છે. તેમાં આશરે ૧જી૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને અવર જવરની અગવડતા અનુભવે છે. તેમજ વાહનો ચલાવવા અકસ્માત થવા સંભવ હોય તો આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.

(2:05 pm IST)