Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજુલાના રાજપરડામાં જુના મનદુઃખ પ્રશ્ને સામસામે ધિંગાણુ : બે ગંભીર

પત્નીને ભગાડી જવા પ્રશ્ને અદાવત રાખી સામસામે પાઇપ વડે હુમલો કરી માથા ફોડી નાખ્યા : ફરીયાદ

અમરેલી, તા. ૯ : રાજુલાના રાજપરડા ગામે રહેતા ધીરૂ જાદવભાઇ મુંજપરાનો ભાઇ રાજુ સુરત મુકામે હીરા ઘસવાનું કામ કરતો હોય અને ત્રણ માસ પૂર્વે જયેશ રૂખડભાઇની પત્ની કિંજલબેનને ભગાડી લઇ ગયો હોય જે પ્રશ્ને અદાવત ચાલતી હોય જે મનદુઃખ રાખી રૂખડ બાલા, જયેશ રૂખડ, દડુ બાલા, જીણીબેને મળી લોખંડની ટી-પાઇપ લાકડી જેવા હથિયારો લઇ ધીરૂભાઇ ઉપર હુમલો કરી માથામાં ગંભીર ઇજા તથા સાહેદ લાખુબેનને ઇજા પહોંચાડી હતી. જયારે સામે પક્ષેથી જયેશ રૂખડભાઇ સોલંકી ઉપર ધીરૂ જાદવ મંુજપરા, રમેશ જાદવે મળી ત્રણ મહિના પહેલા જયેશભાઇની પત્નીને ભગાડી લઇ જવા પ્રશ્ને મનદુઃખ અદાવત રાખી લોખંડનો પાઇપ લાકડી વડે માથામાં મારતા ગંભીર ઇજા થતા રાજુલા પોલીસે બંને પક્ષ સામે સામ સામી હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(2:04 pm IST)