Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જામનગરમાં વરલી રમતો ઝડપાયો

  સુપર માર્કેટની બાજુમાં આવેલ સુપર મેડીકલ દવાની દુકાનની બાજુમાં કિશોરભાઇ ઉર્ફે જીગરીયો મથુરદાસ દાવડા, લોહાણા ઉ.વ. ૬૨, ધંધો વેપાર રહે. કડીયાવાડ શેરી નં.૩ ટીંબાફળી જામનગર વાળાને વરલીટકાના આંકડા લખેલ ચીઠી કી.રૂ.૦.૦૦, તથાએક બોલપેન કી.રૂ.૦.૦૦ તથા એકટીવા મો.સા. જેના રજી.નં. જીજે-૧ઇ.એ. ૬૮૯ જેની કી.રૂ. ૧૫૦૦૦ તથા રોકડ કી.રૂ.૫૫૦૦/- તથાએક કાળા કલરનો આઇટેલ કમ્પનીનો મોબાઇલ ફોન કી.રૂ.૨૦૦/- મળી કુલ મુદામાલ કી. રૂ. ૨૦૦૦૦/- ના સાથે પકડી પાડેલ છે. તેમજ સદરહુ વર્લીની કપાત પોતે આ કપાત અશોક રણછોડભાઇ નાનાણી, રહે. કડીયાવાડ જામનગરવાળા પાસે કરાવતો હોવાનું જણાવેલ છે. આ કામગીરી પોલીસ સબ ઇન્સ. વી.એ. આહીર તથા પોલીસ હેડ કોન્સટેબલ રાજેશભાઇ વેગડ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા તથા વિપુલભાઇ કનુભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(2:03 pm IST)