Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજયમાં ભય ફેલાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા થઇ રહ્યો છેઃ જીતુભાઇ વાધાણી

ચોટીલા, તા.૯: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી રાજયમાં ભય ફેલાવવાનો શાંતિ ડહોળવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા થતો હોવાનો આરોપ કરી વર્તમાન સ્થિતિ અંગે કોગ્રેસ ઉપર પ્રહારો કરેલ હતા.

સાબરકાંઠામાં દુષ્કર્મના બનાવ બાદ અનેક સ્થળોએ પરપ્રાંતીઓ પરના હુમલાના બનાવો બનતા રાજયના ભાજપ અને કોંગ્રેસના રાજકારણમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઇ ગયેલ છે ચોટીલા ખાતે સોમવારના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પત્રકારોને સંબોધતા જણાવેલ કે આ પ્રકારે રાજયમાં ભય ફેલાવવાનો પ્રયાસ તેના પ્રતિનિધિ દ્વારા થઈ રહ્યો છે ગુજરાતની શાણી જનતા એ બધું જોઈ રહી છે નરેન્દ્રભાઈનુંઙ્ગ દેશમાં સુશાસન રાજયમાં છઠ્ઠી વખત વિજયભાઈ અને નિતિનભાઈના નેતૃત્વમાં ભાજપનું શાસન કોંગ્રેસને કણાની માફક ખૂંચી રહ્યું હોય એ પ્રકારે દેખાય છે પ્રજાએ એમને જાકારો આપ્યો છે કોઈને કોઈ રીતે જ્ઞાતિ-જાતિ ઉશ્કેરવી પ્રાંતવાદ ઉશ્કેરવો એ કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ રહી છે આ રાજયમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ પ્રયાસ હોવાનું જણાવતા કહેલ કે ૨૯ તારીખે નગરમાં મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારે કોંગ્રેસના આગેવાનો આ રાજયમાં શાંતિ જાળવવાની અપીલ ના કરે કોંગ્રેસના પ્રતિનિધિઓની ધરપકડ થાય બેફામ સ્ટેટમેન્ટ અપાય પરિસ્થિતિ હાથ બહાર જતી દેખાય ત્યારે ડાપણ દાઢ આવી હોય એ પ્રકારે તેમના નેતાઓ નિવેદનો આપે છે.

કેટલાક વેધક સવાલો કોંગ્રેસ સામે કરતા કહેલ કે ધટનાના બીજા દિવસે તમે કેમ નિવેદનો ના આપ્યા નાના-મોટા એક તાલુકામાં હુમલાઓ કરવામાં આવ્યા ત્યારે કેમ ના બોલ્યા તમારા મનમાં શું પાપ હતું તેવા સવાલો કોંગ્રેસ સામે કરેલ છે.

(2:02 pm IST)