Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ધોરાજીઃ લાલવડ રાયજી મંદિર ભીયાળમાં ઠાકોરજીને સુવર્ણ સિંહાસન ઉપર પધરાવાયા

છપ્પનભોગ, અન્નકોટ, કિર્તન, ઘોળ સહિતના કાર્યક્રમોમાં વૈષ્ણવ સમાજ ઉમટયો

ધોરાજી, તા. ૯ :. લાલજી મંદિર ભીયાળ ખાતે ધ્વજવંદન મહામંડપ તેમજ છપ્પનભોગ અન્નકુટ નિમિતે ઠાકોરજીને ગોકુળથી પધારવા માટે આજરોજ હજારો વૈષ્ણવોની જનમેદનીમાં પત્રિકા લખવાનું ભવ્ય આયોજન પ્રમુખ ગોપાલભાઈ કોઠારી તથા તેમની ટીમ તેમજ વૈષ્ણવો દ્વારા કરવામાં આવેલ હતું. જેમા જુદા જુદા કાર્યક્રમો જેમા ઠાકોરજીને સુવર્ણ સિંહાસન પર પધરાવેલ હતા. તેમજ શ્રૃંગાર દર્શન, તેલ તિલક, રાજભોગ સહિતના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ તકે બહારગામથી વૈષ્ણવો મોટી સંખ્યામાં પધારેલ હતા. આ તકે પરમ ભગવંતી વૈષ્ણવોની હાજરીમાં ઘોળ અને કિર્તનની રમઝટ બોલાવેલ હતી. વૈષ્ણવો મંત્રમુગ્ધ થઈ ગયેલ હતા.

જય ગોપાલ નાદથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતુ. આ તકે પ્રમુખ ગોપાલભાઈ કોઠારી, નારણભાઈ બગડીયા, ગીરધરભાઈ મારડીયા, ચંદ્રકાન્તભાઈ ભરખડા, રવજીભાઈ, રસીકભાઈ ગોહેલ, જેન્તીભાઈ કંસારા, ઉકાભાઈ વૈષ્ણવ, જી.ટી. ઈટાલીયા, નાગજીભાઈ પટેલ, જસમતભાઈ પટેલ, વાલજીભાઈ કેસરી, વિમલભાઈ ગુણુભાઈ કંસારા, સંદીપભાઈ ભદ્રેસળા, રશ્મીનભાઈ ડોડીયા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિતના લોકો પધારેલ હતા.

આ તકે બહારગામથી પધારેલા પરમભગવદીઓ એવા ભરતભાઈ ઈટાલીયા, પ્રકાશભાઈ ગોહેલ, પ્રદીપભાઈ કંસારા, દેવરાજભાઈ પટેલ, ભોવાનભાઈ ઈટાલીયા, ડાયાભાઈ દીપોરી, ગોરધનભાઈ સીયાણી, વશરામભાઈ જમરીયા, હીરજીભાઈ કછડીયા, દિનેશભાઈ કોઠારી સહિતના લોકોએ ઠાકોરજીના ઘોળ અને કિર્તનની રમઝટ બોલાવેલી હતી અને જય ગોપાલના નાદથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું.

આ તકે પ્રમુખ ગોપાલભાઈ કોઠારીએ જણાવેલ હતુ કે, મહામંડળ તેમજ છપ્પનભોગ અન્નકુટના કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં ગોપાલલાલ સકલસૃષ્ટિ પરિવારનો જે સાથ અને સહકાર મળેલ છે. તેમનો આભાર વ્યકત કરેલ હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલભાઈ કોઠારી તથા તેમની ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરીને જહેમત ઉઠાવાઈ હતી.

(2:01 pm IST)