Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નર્મદા કેનાલમાંથી કેશરીયા ગામના ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી : ગાબડુ પડવાનો ભય

વઢવાણ તા. ૯ : લખતર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી કેશરીયા ગામના ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની રાવ ઉઠી છે. જયારે કેનાલમાં અમુક જગ્યાએ છલોછલ ભરેલી હોઇ છલકાવાની કે ગાબડુ પડવાનો પણ ભય રહે છે. ત્યારે નર્મદા વિભાગ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.નર્મદાની ધ્રાગંધ્રા શાખામાંથી છૂટી પડેલી એલ.ડી.૩ કેનાલમાંથી કેશરીયાની સીમના ખેડૂતોને અપૂરતું પાણી મળતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જયારે આ કેનાલ નજીકમાં આવેલા લખતરનાં જ ખેડૂત અરવિંદભાઈ રણછોડભાઈ પટેલનાં ખેતરમાં આ કેનાલ છલકાવાની ભિતી સેવાઈ રહી હોય તેવી ફરિયાદ કરવામાં આવી છે. અને લગભગ બે-ત્રણ વર પહેલાં આ જ જગ ્ષ ્યાએથી કેનાલ છલકાતાં તેમાં ગાબડું પણ પડયું હતું.

જયારે કેનાલ લખતર-સદાદ રોડ સુધી પહોંચતાં જ ખાલી થઇ જાય છે. આથી આગળ આવેલા કેનાલનાં કમાન્ડ એરિયા ગણાતા કેશરીયા ગામે તો પાણી પહોંચતું જ નહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અને જો સરકાર આ રીતે જ પાણી છોડશે તો કેશરિયાનાં ખેડૂતોને રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાવાની શકયતા છે. આ અંગે ધ્રાંગધ્રા શાખા કચેરીનાં એલ.ડી.૩ કેનાલના નાયબ કાર્યપાલક ઈજનેર એ.એચ.જાનીએ જણાવ્યું કે, હાલ પાણી પાવાનું કામ દિવસ-રાત ચાલતું હોય છે. આ કેનાલનાં છેવાડે આવેલા કેશરીયા ગામનાં ખાતેદારોને પાણી ઓછું મળતું હોવાની ફરીયાદો મળી છે જે અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

(1:59 pm IST)