Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

માધવપુર (ઘેડ)ના બળેજમાં કુહાડીના ઘા મારી યુવાનની હત્યા

પીધેલ હાલતમાં ઝડપાય ગયા બાદ પોલીસને દારૂના કેસમાં આરોપીનું નામ આપ્યાનું મનદુઃખ : આરોપી નાસી છૂટયો

પોરબંદર / ગોસા ઘેડ તા. ૯ : માધવપુર ઘેડના બળેજમાં કુહાડી તથા અન્ય તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને સુભાષ જખરા પરમાર (ઉ.૨૫)ની હત્યા કરી નાખ્યાની બળેજના વેજા રામા પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મરનારના પિતા જખરા પરબત પરમારે માધવપુર (ઘેડ) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે, મરનાર સુભાષ પીધેલ હાલતમાં પોલીસના હાથે પકડાય ગયેલ અને તેમણે દારૂના કેસમાં આરોપી વેજા રામાનંુ નામ આપતા ડખ્ખો થયેલ અને મનદુઃખ રાખીને કુહાડી અને તિક્ષણ હથિયારો વડે માથું છુંદી નાખીને સુભાષની હત્યા કરીને આરોપી નાસી ગયો હતો. વધુ તપાસ પીએસઆઇ વી.પી.કનારા ચલાવી રહેલ છે.

(1:58 pm IST)