Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાંથી નકલી જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો

લાયસન્સ વિના જ છૂટકમાં નકલી દવાના વેચાણનું કૌભાંડ

 

જૂનાગઢ: જોષીપરા વિસ્તારમાંથી જંતુનાશક દવાનો ડુપ્લીકેટ જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો છે. જૂનાગઢમાં વેપારીઓ લાયસન્સ વિના છૂટકમાં નકલી દવાઓનું વેચાણ કરતા હતા. અંગે જૂનાગઢ નાયબ ખેતી નિયામક વિસ્તરણ વિભાગની ટીમે સફળ ઓપરેશન પાર પાડીને ડુપ્લીકેટ જંતુનાશકોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો

   સૌથી ચોંકાવનારી વાત તો છે કે ટેલી માકેઁટીગની આડમાં જંતુનાશક દવાઓ વેચાતી હતી. મળતી માહીતી મુજબ છેલ્લા 4 મહિનાથી કાળો કારોબાર ધમધમી રહ્યો હતો.

(1:22 pm IST)