Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

તળાજા નજીક લોડીંગ વાહનની ગૂલાટ ઝાંઝમેરના ૧૨ ખેત મજૂરો ઘાયલ

સાણોદર ગામેથી પરત ફરી રહ્યા હતાઃ બાઇક ચાલકને બચાવવા જતા બનાવ

તળાજા તા.૯: તળાજાથી આગળ વાવડી રોડ પર ઇન્‍ડીયા કિંગ નામનુ વાહન અકસ્‍માતે પલટી ખાઇજતા વાહનમાં બેસેલા ઝાંયમેર ગામના બાંભણીયા અને ભાણીયા પરીવારના લાલજી માવજીભાઇ, કાશીબેન લાલજીભાઇ, નાનીબેન લાલજીભાઇ, ક્રિષ્‍ના હિતેશભાઇ, આરતી હીતેશભાઇ,કસણા હિતેશભાઇ, ભાવેશ સતાભાઇ, શોભાબેન ભાવેશભાઇ, અસ્‍મિતાબેન ભગવાનભાઇ કિશન મિતેશભાઇ, મિતેશ સતાભાઇને નાનીમોટી ઇજાઓ સાથે તળાજા ૧૦૮ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા.

ઇજાગ્રસ્‍ત પરીવારના જણાવ્‍યા પ્રમાણે સાણોદર ગામના પપૂભાઇની વાડીમાં ખેત મજૂરી (લાણી) કરી મજૂરી બદલ મળેલ અનાજની ગુણોભરી પરત ઝાંઝમેર ગામે ફરી રહ્યા હતા.તળાજાથી આગળ વધતા અચાનક વાહન આડે બાઇક ચાલક આવતા ગોરબી ગામના ચાલક ભકાભાઇ ભાલીયાએ તેને બચાવવા જતા સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયેલ.

મોટા ભાગના ઇજાગ્રસ્‍તોને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવાની ફરજ પડી હતી. હોસ્‍પિટલના તબીબ ડો.પારસ પનોત સહીતના સ્‍ટાફ અને સેવાભાવી યુવાનોની સેવા સરાહનીય જોવા મળી હતી. એકી સાથે બાર ઇજાગ્રસ્‍તોથી હોસ્‍પિટલમાં આક્રંદ જોવા મળેલ.

(2:20 pm IST)