Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભાણવડમાં પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે સ્વચ્છતા અભિયાન યોજાયું

ભાણવડ તા ૯ :  આ દિન કેડમસ (જુની ભગીરથ) સ્કુલ તરફથી ગાંધીજીની ૧૫૦ મી જન્મવયંતિ ઉજવણી સંદર્ભે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરમાં સ્છચ્છતા અભિયાન ચલાવવામાં આવેલ હતું.સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા પુ. ગાંધીબાપુને પોતાના આદર્શ ગણી શાળાના આચાર્ય ચિંતનભાઇ ગોૈસ્વામીના નેજા હેઠળ આશરે ૯૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીની તેમજ શિક્ષકોએ શાળાથી લઇ વાછરાડાડાના ચોક સુધી સ્વચ્છતાના જુદા જુદા બેનર્સ તેમજ સુત્રોચાર સાથે રેલી કાઢી હતી. વાછરાડાડાના ચોકથી ઇદમસ્જીદ સુધી અને ત્યાંથી વિકાસ રોડ પર પરત વાછરાડાડાના ચોક સુધી સાવરણા, કચરાપેટીનો ઉપરયોગ કરી રોડ-રસ્તાઓની સફાઇ કરી હતી અને પ્લાસ્ટીકનો બધો કચરો ભેગો કરી નગરપાલીકાની કચરાની ગાડીમાં ભરવામાં આવ્યો હતો. વાછરાડાડાના ચોકથી મંદિર સુધી રોડની પણ સફાઇ કરવામાં આવી હતી.

દરમ્યાન શાળાના આશરે ૪૫૦ વિદ્યાર્થીઓએ આ તકે સ્વચ્છતાના મહત્વ અંગે, ગંદકીને કારણે ફેલાતા રોગચાળા અંગે કચરાના યોગ્ય નિકાલ અંગે આચાર્યએ માર્ગદર્શન આપ્યું હતું.

કારકિર્દિ માર્ગદર્શન અપાયું

સરકારી વિનયન કોલેજ ખાતે કોલેજના ઉદીશા કલબ તરફથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે  દ્યિાર્થીઓમાં કોૈશલ્યોનો વિકાસ થાય અન ેપરિક્ષાઓનો ડર દુર થાય એ હેતુથી કારકિર્દિ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

આ સેમિનારમા ંઓન લાઇન વેબ પોર્ટલના સંચાલક આર.આઇ.જાડેજા તથા નાયબ જીલ્લા વિકાસ અધિકારી હાજર રહયા હતા અને વિદ્યાર્થીઓન ેસ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટેના ઉપયોગી પુસ્તકો વિષે માર્ગદર્શન આપેલ સેમિનાર દરમ્યાન ગત તા. ૨૯ ના રોજ લેવાયેલી પોલીસ કોન્સ્ટેબલની ડેમો ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવેલ. આ કાર્યક્રમ અને સ્પર્ધાત્મક પરિક્ષાના આયોજનમાં ઉદીશા કલબના કન્વીનર  પ્રો. આર.એસ. રાઠોડ ને મુકેશભાઇ કરમુર અને કિશનભાઇ ગોજીયાએસહકાર આપેલ હતો. કાર્યક્રમનું સંચાલન ડો. ડી.યુઉ રાઠોડે અને આભાર વિધી પ્રો. એમ.પી. પટેલે કરી હતી. (૩.૨)

(12:05 pm IST)