Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભાવનગરના મોબાઇલ રીપેરીંગની દુકાનવાળા યુવાને ફિનાઇલ પીધુ: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી

ભાવનગર તા. ૯ : .. બોરડી ગેઇટ વિસ્તારમાં રહેતાં અને ઘોઘોગેટ પાસેનાં બિઝનેસ સેન્ટરમાં ગણેશ મોબાઇલ નામની દુકાન ધરાવતાં અજયભાઇ અમૃતલાલ ગોટીયા ઉ.૩૦ એ જીવાભાઇ નામનાં શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય તે શખ્સ પઠાણી ઉઘરાણી કરતોહોય કંટાળી જઇ પોતાનાં ઘેર ફિનાઇલ ગટગટાવી લેતાં અત્રેની સર ટી. હોસ્પીટલમાં ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી જતાં મોત

ઉમરાળા તાલુકાનાં દડવા ગામે રહેતાં પુજાભાઇ લક્ષ્મણભાઇ રહેવર (ઉ.૪પ) એ ઝેરી દવા પી જતાં ભાવનગરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું. (પ-૧૩)

(12:04 pm IST)