Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વાંકાનેર પોસ્ટ ઓફીસમાં ગ્રાહકોને પારાવાર મુશ્કેલી

વાંકાનેર, તા. ૯ :  પાલિકાના કોર્પોરેટર અને પત્રકાર મહમદભાઇ રહેમાનભાઇ રાઠોડે રાજકોટના પોસ્ટ માસ્ટર જનરલશ્રીને પત્ર પાઠવીને વાંકાનેર પોસ્ટ ઓફીસમાં લોકોને પડતી તકલીફો દૂર કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, પોસ્ટ ઓફીસ શરૂથી એક મેઇન પોસ્ટ ઓફીસ તથા અન્ય બે બ્રાન્ચ મીલ પ્લોટ તથા ગ્રીનચોક પોસ્ટ ઓફીસ હતી જે બન્ને બ્રાન્ચ પોસ્ટ ઓફીસ ઘણા સમયથી આપના તરફથી બંધ કરવામાં આવેલ છે. પોસ્ટ ઓફીસના તમામ અરજદારો જેવા કે વૃદ્ધ નિરાધારો તથા વિધવા તથા પેન્શનરો કે જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેવા અરજદારોને વાંકાનેરની પુલ દરવાજા પાસે આવેલી પોસ્ટ ઓફીસમાં પોતાના કામ માટે જવું પડે છે. તેમજ પોસ્ટકાર્ડ ટપાલ ટિકીટ અંતર દેશી પત્ર તથા રજી. એડી. માટે માત્ર એક પોસ્ટ ઓફીસ હોય અને તેમાંય પોસ્ટનો સ્ટાફ ઓછો હોવાના કારણે ઉપરોકત લખ્યા તમામ અરજદારો એટલે કે વાંકાનેર શહેર અને તાલુકાના  ૧૦૧ ગામના લોકોને કલાકો સુધી માત્ર એક પોસ્ટ ઓફીસમાં પોતાના કામ માટે કલાકો સુધી ટાઢ તડકા તથા વરસાદની સીઝનમાં પોસ્ટ ઓફીસના ઝાંપા પાસે હેરાન પરેશાન થતા લાઇનમાં ઉભા રહેવું પડે છે. હાલની કેન્દ્ર સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને પૂરતા સહયોગ આપતા હોય ત્યારે વાંકાનેર પોસ્ટ ઓફીસમાં વૃદ્ધો નીરાધારોને પરેશાની ભોગવવી પડે છે. વાંકાનેર પોસ્ટ ઓફીસમાં રજીસ્ટ્રી  તથા પોસ્ટના કામ માટે લાઇટબીલ તથા ટેલીફોનબીલ તથા પેન્શનરોની રકમ માટે માત્ર માત્ર એકજ બારી હોય જે લોકોને પરેશાન થવાનું કારણ આપ જાણી શકશો ત્યારે ઉપરોકત બાબતે તાત્કાલીક તપાસ કરી તુરત જ પ્રશ્ન હલ કરવા અંતમાં મહમદભાઇ રાઠોડે માંગ કરી છે. (૮.૭)

(12:04 pm IST)