Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

દ્વારકા પાસે અકસ્માત

ખંભાળીયા, તા. ૯ :   દ્વારકાથી ૩ કિ.મી. દૂર ચરકલા રોડ પર ઇકો ગાડી નં. જીજે૦૩ જે.સી. પ૦૩૬ અને રીક્ષા નં. જીજે૧૦ આઇટી ૯૬૭૭ વચ્ચે અકસ્માત થતા ઇકો ગાડીમાં બેઠેલ બુધ્ધાના મંગાભા કારા તથા તેમના પત્નિ ઘડીબેન ગંભીર ઇજાઓ થતા ઇકો ચાલક વિરૂધ્ધ ઇજાગ્રસ્ત ફરીયાદી બુધ્ધાતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

એકીબેકીનો જુગાર

દ્વારકાના એસ.ટી. ડેપો રોડ પર જાહેર નોટ નંબર ઉપર એકી, બેડીનો જુગાર રમતા (૧) જગદીશ રાણાભાઇ સોલંકી (ર) હુસેના મનસુરભાઇ વસા (૩) બકુલ હેમતભાઇ કાપડી (૪) શરીફખાન ઇસ્માઇલખાન પઠાણ (પ) રજાક મામદ બેતારા (૬) ફારૂક સલેમાન શેખ ૧૧,૧૮૦/-ની મતા સાથે રાજકોટ પોલીસ આર.આર.સેલના સજુભા જાડેજા કુલદિપસિંહ, ડી.ડી. પટેલ સહિતનાએ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.  દારૂ સાથે ઝડપાયો

કલ્યાણપુરના ભોગાલ ગામે રહેતા માલદભાઇ ડી.  રેડાચની વાડી ખેતર એપી ગેર કાયદેસર ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૯૬ કિંમત રૂપિયા ૩૮,૪૦૦/- સાથે પકડાઇ આવતા તપાસ હાથ ધરી છે.

પડી જતા મોત

ખંભાલીયા જાકાસીયા ગામના રસ્તા પર ટ્રેકટર લઇને જઇ રહેલ રાકેશ જુવાનસિંહ તેસંગ ઉ.૧૯ અચાનક ટ્રેકટરમાંથી પડી જતા મરણ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

લાશ મળી

ખંભાળીયા તાલુકાના ધંધુસર ગામેથી તળાવમાંથી સુમિત નારૂભાઇ ઉ.૧ર વાળાનો મૃતદેહ મળી આવતા પોલીસ પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી છે. (૯.૪)

(12:03 pm IST)