Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સતાપર જઇ રહેલ અઢી લાખનો દારૂ ભરેલ મોટર સાથે જામનગરના ૩ શખ્સો પકડાયા

જામજોધપુર-જામનગર તા. ૯ : .. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલ જામનગરનાઓએ પ્રોહી. જૂગારની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ હોય તેમજ ના. પો. અધિ. એચ. પી. દોશી ના માર્ગદર્શન મુજબ પ્રોહ. જૂગાર અંગેની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા માટે સુચના કરેલ હોય જે મુજબ જામજોધપુર પો. સ્ટે. ના આઇ. સી. પોલીસ ઇન્સ. જે. ડી. પરમાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સતાપર ગામે આવતા મહીપાલસિંહ લાલુભા જાડેજા એ. એસ. આઇ. તથા પોલીસ કોન્સ. પ્રણવભાઇ ખીમાભાઇ વસરાને હકિકત મળેલ કે વાંસજાળીયા તરફથી એક ફોર વ્હીલ મોટરકાર દારૂનો જથ્થો ભરી સતાપર તરફ આવી રહેલ છે તેવી હકિકત મળતા વોચમાં રહેતા એક સફેદ કલરની હુન્ડાઇ કંપનીની વર્ના મોટર કાર હોય જેના રજી. નં. જીજે-૦૩ બી.એ.-૮૪૯ર હોય જે મોટર કારમાં એક ઇસમ હાજર હોય જે મજકૂરનું નામઠામ પુછતા ધર્મેશભાઇ ઉર્ફે ધમો નવલભાઇ યાણિક બ્રાહ્મણ ઉ.ર૮ ધંધો, ડ્રાઇવીંગ રહે. જામનગર નવાગામ ઘેડ ગાયત્રી ચોક વાળો હોવાનું જણાવતો હોય તેમજ ગાડીમાં જોતા વિદેશી દારૂ રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ તથા મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયલ વ્હીસ્કીની બોટલો નંગ-૪૮૦ કુલ કિ. રૂ. ર,૪૦,૦૦૦ ની ઉપરોકત હુન્ડાઇ વર્ના મોટર કાર નં. જીજે-૦૩-બીએ-૮૪૯ર કિ. રૂ. ૩,૦૦,૦૦૦ ના મળી કુલ રૂ. પ,૪૦,૦૦૦ ના મુદામાલ સાથે મજકુર ધર્મેશભાઇ ઉર્ફે ધમો નવલભાઇ યાજ્ઞિકએ પકડાઇ જઇ તેમજ હુન્ડાઇ વર્ના મોટર કાર સાથે પાઇલોટીંગમાં રહેનાર ભરતભાઇ છગનભાઇ બાંભણીયા રહે. નવાગામ ઘેડ વાળાએ ભાવેશભાઇ રબારી તથા સમીરભાઇ રબારી રહે. બન્ને મેલાણવાળા ઉપરોકત ઇસમોએ એકબીજાને મદદગારી કરી ગુનાહીત ષડયંત્ર રચી પ્રોહી. એકટ કલમ ૬પ-એ, ૬પ-ઇ, ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮ (ર) મુજબ જામજોધપુર પો. સ્ટે. માં પ્રોહી. ગુ. ર. નં. ર૦૪-ર૦૧૮ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કાર્યવાહી કોન્સ. અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા પો. કોન્સ. દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા તથા પો. કોન્સ. કૌશિકભાઇ જોષી તથા પો. કોન્સ. માલદેભાઇ બડીયાવદરા વિગેરેનાઓએ કરેલ છે. (પ-૧પ)

(2:20 pm IST)