Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઉપલેટાઃ જૂની અદાવતના કારણે ઘરે આવી ધમકી આપી સ્વીફટ કાર તોડી નાખી

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૯ : .. અહીંયા ધોરાજી રોડ ઉપર શ્રી નાથજી ટાવર પાસે રહેતા લાખીબેન રાજશીભાઇ મેરામણ પાનેરા ઉપલેટા પોલીસમાં ત્રણ વ્યકિતએ પોતાના ઘેર આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને પોતાની કાર તોડી નાખ્યાની ફરીયાદ કરેલ છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટામાં જ રહેતા દેવાયત જીવાભાઇ સુવા, મહેશ સોમાત સુવા તથા વિજય સોમાત સુવા અને ફરીયાદી લાખીબેન રાજશી મેરામણ પાનેરા વચ્ચે અગાઉ કોઇ સામાજીક બાબતે અદાવત થયેલ હતી આ અદાવતને ધ્યાનમાં રાખી ગઇકાલે બપોરના ત્રણ વાગ્યાની આજૂ બાજૂ દેવાયત, જીવા મહેશ સોમાત, અને વિજય સોમાતે આવીને લાખીબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાં પડેલ લાખીબેનની સ્વીફટ કાર નંબર જીજે-૩ ઇએલ ર૯૮૪ નંબર ઉપર ધોકા લાકડી પાઇપ મારીને ગાડી તોડી નાખ્યાની ફરીયાદ કરતા પોલીસ ગુન્હો દાખલ કરી જમાદાર ભુપતભાઇ સોલંકી તપાસ ચલાવી રહ્યા છે. (પ-૧૩)

(12:00 pm IST)