Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમરનગર શિક્ષકની બદલીનો વિવાદ

વડિયા, તા.૯:  અમરનગર સરકારી હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકની બદલી થતા ૧૨ માં ધો ના વિદ્યાર્થીઓને એના વાલીઓએ શાળા પર હંગામો બોલાવ્યો હતો.

આ શાળામાં રાઠોડભાઈ શિક્ષક અને  પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષકો સાથે છેલ્લા ૩ માસ થઇ ચક મક જરતી હતી ને ગત અઠવાડિયા પહેલા આ રાઠોડભાઈએ શાળાના જ સહકર્મી નો ચાલુ પિરિયડનો મોબાઈલમાં વીડિઓ ઉતારતા અંદરોઅંદર ઝગડો થયેલ જેથી આ અંગે શિક્ષણ અધિકારી સુધી વાત પહોંચતા રાઠોડને ઠપકો આપેલ  ત્યાર બાદ એજ પ્રકાર ના સ્ટાફના જગડા શરૂ રહેલ ૪/૫ દિવસ પહેલા રાઠોડભાઈ દ્વારા ચોક્કસ વિદ્યાર્થીઓ અને ચોક્કસ વાલીઓ દ્વારા મીડયા સમક્ષ પોતાનો પક્ષ લઈને રજૂ કરેલ પરંતુ તે ચિત્ર રજૂ નહિ થયેલને ગામના અમુક સમજુ લોકો અને અન્ય વિદ્યાર્થીઓને વાંધો નહિ હોવાથી આ મુદ્દો પૂરો થઈ ગયેલ ત્યારબાદ શિક્ષક રાઠોડ દ્વારા પોતેજ અહીંથી બદલી માંગી લેતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સગરકાએ તેની બદલી જંકડોળાના દડવી ગામે કરેલ જે બાબતનો આખો વિવાદ થયેલ વાસ્તવમાં શિક્ષકોની અંદરો અંદરની લડાઈમાં અમુક રાજકીય લોકો ગામ રાજકારણ ભેળવી અમુક ધોરણના અમુક વિદ્યાર્થીઓને આગળ કરી ઇસ્યુ ચગાવવામાં આવેલ છે.(૨૩.પ)

(11:59 am IST)