Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હળવદના ધારાસભ્ય સાબરીયાની કારને અકસ્માત

વઢવાણ તા ૯ :  હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને હળવદ શહેરના સરા ચોકડી પાસે એેસ.ટી. અને ધારાસભ્યની ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ બનાવમાં ધારાસભ્ય સહિત કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સાબરીયા સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોના પ્રશ્રને રજુઆત માટે ગયા હોઇ ત્યારે ત્યાંથી પરત ફરતાહળવદના સરા ચોકડી પાસે ધારસભ્યની ઇનોવા કારને એસ.ટી. ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ બનાવમાં કાર ચાલક અને ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાનો કુદરતી બચાવ થયો છે. આ બનાવના પગલે મોટી સંખ્યામાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જયારે  બીજી તરફ ધારાસભ્યની ઇનોવા કારને અકસ્માત નડયો હોવાના સમાચાર સોશિયલ મિડિયામાં વાયરલ થતા ધારાસભ્યની ખબર અંતર પુછવા ફોન રણકી ઉઠયા હતા. (૩.૫

 

(2:20 pm IST)