Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નવરાત્રીમાં અશોકવ્રતનું મહાત્મયઃ નોરતુ પહેલુ

આસો સુદ ૧ એકમ થી ૯ નોમ સુધી આ વ્રત કરવામાં આવે છે. મહાદૈવી દુર્ગા માતાજીનું આ વ્રત છે. આમ નવ દિવસમાં શકિત માતાજીએ રાક્ષસોને સંહાર્યા છે. આસો સુદ એકમના દિવસે અશોક વ્રત કરવામાં આવે છે. આશોપાલવના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. તેથી શોક અને ઉપાધી દૂર થાય છે અને નવ દૈવીઓમાં શૈલપુત્રી નવદુર્ગાનુ પૂજન આરાધના પ્રથમ દિવસે કરાય છે. પર્વત પુત્રી એ જ મા પાર્વતી અને હેમવતીરૂપે પ્રસિધ્ધ છે. હિમાલયને ત્યા પુત્રી રૂપે પ્રગટ થયા વૃષભ ઉપર બિરાજમાન છે. તેના જમણા હાથમાં ત્રિશુણ ધારણ કરેલ છે અને ડાબા હાથમાં કળમનું ફુલ ધારણ કરેલ છે. ભગવાન શંકરની સાથે વિવાદ થવાથી પોતાના પિતા પછી પતિાના નિવાસ સ્થાને ઘરનું આંગણે યજ્ઞ કુંડમાં ભસ્મીભૂત શંકરજીના અપમાન થવાથી સતિ યજ્ઞની અંદર ભસ્મીભૂત થયા હતા અને નવ દુર્ગામાં પ્રથમ શૈલપુત્રીનુ સ્થાન મહત્વ અને તેની શકિતઓ અનંત છે. પ્રથમ દિવસે ઉપાસના પૂજા કરવામાં આવે છે. તેમજ યોગીઓ પોતાના મનને મુલાધર ધ્યાનમાં સાધનામાં પ્રારંભ કરે છે. ભકતજનો ઉપાસના અને નવદુર્ગાનું માતાજીનુ પૂજન દર્શન થાય છે. આવી રીતે શૈલપુત્રી નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. નવરાત્રી મા નવ દુર્ગાને કાળીપાટ ગામના શાસ્ત્રી બટુક મહારાજ સ્વામીનારાયણ મંદિરના પૂજારી નવદર્ગા માને કોટી કોટી વંદના અને પ્રણામ.(૪૫.૩)

કાળીપાટના શાસ્ત્રી બટુક મહારાજ

સ્વામીનારાયણ મંદિરના પૂજારી મો. ૯૮૯૮૨ ૬૫૯૮૦

(1:27 pm IST)