Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાણપુર તાલુકાના ગામોમાં ૧૨મીએ સેવાસેતું કાર્યક્રમ

તા.૧૯મીએ નાગરિક પુરાવઠા સમિતિની બેઠક: દિવ્યાંગ લોકોને યુડીઆઇડી કાર્ડના રજીસ્ટ્રેશન માટે કચેરીનો સંપર્ક કરવો

બોટાદ, તા.૯:    મામલતદાર રાણપુરની  યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજય સરકારશ્રી દ્વારા ચોથા તબક્કાના 'સેવા સેતુ' કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગની યોજાનાને લગતા વ્યકિતગત પ્રશ્નોના નિકાલ માટે રાણપુર તાલુકાના કલસ્ટરમાં સમાવિષ્ટ માલણપુર, બોડીયા, દેવગાણા, બરાનીયા, પાટણા અને દેવળીયા ગામોના નાગરિકોની વિવિધ યોજનાકીય અને સેવાકીય રજુઆત માટે તા.૧૨ના રોજ સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી પ્રાથમિક શાળા બોડીયા, તા.રાણપુર ખાતે નાયબ કલેકટરશ્રી બરવાળાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવનાર છે.

તા.૧૯મીએ નાગરિક પુરાવઠા સમિતિની બેઠક

બોટાદઃ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આગામી તા. ૧૯ના રોજ ૧૨-૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી ખાતે યોજાશે. જેની દરેક સભ્યશ્રીઓએ નોંધ લઈ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તરફથી જણાવાયું છે.

દિવ્યાંગ લોકોને યુડીઆઇડી કાર્ડના રજીસ્ટ્રેશન માટે કચેરીનો સંપર્ક કરવો

બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં યુનિવર્સલ આઈડી ફોર પર્સન વિથ ડિસેબીલીટીઝ (UDID) નો પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઓનલાઇન સ્વાવલંબન પોર્ટલ પર નવી અરજીનું રજીસ્ટ્રેશન કરી અપાશે. તથા હાલમાં જે દિવ્યાંગ લોકો સમાજ સુરક્ષા કચેરી દ્વારા અપાતા અપંગ ઓળખકાર્ડ કાર્ડ ધરાવે છે, તે તમામનું  સ્વાવલંબન પોર્ટલ પર રજીસ્ટ્રેશન સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરેલ છે.

આથી જીલ્લામાં અપંગ ઓળખકાર્ડ ધરાવતા દિવ્યાંગોને વેરીફીકેશન માટે દર મંગળવારના રોજ કચેરી સમય દરમ્યાન મેડીકલ સર્ટિ., આધારકાર્ડ, રેશનકાર્ડ અસલ તથા તમામની નકલો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ સમાજ સુરક્ષા કચેરી, બ્લોક સી/જી/૦૨-૦૪, જીલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક કરવો.(૨૨.૨)

(11:56 am IST)