Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

કોડીનારઃ પત્નિને ભરણ પોષણ નહિ ચુકવતા પતિને ૪૦ દિવસની સજા

કોડીનાર તા.૯:  ભરણપોષણની ચડત રકમ ન ચૂકવવા બદલના એક કેશમાં પતિને ૪૦ દિવસ જેલની સજા ફરમાવતો ચૂકાદો કોડીનાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

મુળ કોડીનારની રસીલાબેન બાબુભાઇ વંશના લગ્ન ધામળેજ ગામના અરસીભાઇ ભુપતભાઇ સેવરા સાથે થયા હતા લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક દિકરો પણ છે બાદ પતી સાથેના અણબનાવથી કોડીનાર પીપરઆવવેલી રસીલાબેને ભરણ પોષણનો દાવો કરેલ જેને કોર્ટે મંજુર કર્યો હતો પરંતુ રસીલાબેનના પતિ અરસી સેવરાએ ચડત ભરણ પોષણના રૂ.૧૨૮૦૦ની રકમ નહી ભરતા આ અંગેનો કેશ ચાલી જતા કોડીનાર કોર્ટના મેજી.એસ.જી.પરમારે અરસી સેવરાને ૪૦ દિવસની સાદી કેશની સજા ફરમાવી હતી અરજદાર તરફે ધારાશાસ્ત્રી કે.સી.ઉપાધ્યાય રોકાયા હતા.(૧૭.૧) 

(11:54 am IST)