Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભેંસાણનાં છોડવડીની સગીરાને ધારી ગુંદાળીનો શખ્‍સ ભગાડી ગયો

જુનાગઢ તા. ૯ :.. ભેંસાણનાં છોડવડીની સગીરાને ધારી ગુંદાળીનો શખ્‍સ ભગાડી ગયો હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ધારી ગુંદાળી ગામનો અશ્વિન મગનલાલ નામનો શખ્‍સ તા. ૧૭-૯ ની રાત્રીનાં બે વાગ્‍યે ભગાડી ગયો હતો.આ અંગે તરૂણીની માતાએ ફરીયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી અને અપહરણકાર અશ્વિન મગન અને સગીરાની શોધખોળ હાથ ધરી છે.

(11:33 am IST)