Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વાંકાનેરના સરધારકામાં નાની સિંચાઇ હેઠળના તળાવના કામ મુદ્દે ગેરરીતિની ફરીયાદ

વાંકાનેર, તા.૯ : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે નાની સિંચાઇ હેઠળ તળાવના કામ અંગે મોરબી જીલ્લા પંચાયત-સિંચાઇ વિભાગને મોટી રકમની લાંચ આપી કામ નહીં થવા છતાં ખોટી એમ.બી. બનાવી કામના બીલ મંજૂર કરાવી કોન્‍ટ્રાકટરે રૂા. ૭ લાખની રકમ સરકારી તેજુરીમાંથી ઉપાડી લેવા અંગે અમદાવાદના લાંચ રૂશ્વત વિભાગના નિયામકશ્રીને એડવોકેટ રાજેન્‍દ્રસિંહ ઝાલાએ પત્ર પાઠવીને રજુઆત કરી છે.

સરધારકા ગ્રામ પંચાયત સદસ્‍ય અને એડગોકેટ રાજેન્‍દ્રસિંહ ઝાલએ જણાવ્‍યું છે કે, સિંચાઇ શાખા હસ્‍તકનું નાની સિંચાઇ યોજનાનું તળાવ આવેલુ છે ચોમાસા પહેલા સરકાર દ્વારા આવા તળાવો ઉંડા કરવા માટે સરકારી તેજુરીમાંથી મોરબી જીલ્લા પંચાયતની સિંચાઇ શાખાને કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવેલ અને આ ગ્રાન્‍ટમાંથી તળાવો ઉંડા કરવા માટે  સરકાર દ્વારા આદેશ આપેલ આ આદેશના અનુસંધાને મોરબી જીલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ દ્વારા જીલ્લાભરના તળાવો ઉંડા કરવા માટે એસ્‍ટીમેન્‍ટ બનાવી કામોની મંજૂરી આપેલ નિયમ મુજબ આવા કામો શરૂ કરતા પહેલા જાહેર ટેન્‍ડર બહાર પાડવાના રહેતા હોય છે ત્‍યારબાદ નિયમ મુજબની શરતો પુરી કરનાર કોન્‍ટ્રાકટરોને કામો શરૂ કરવા માટે નિયમોનુસાર મંજૂરી આપવામાં આવે છે.

આવા કામોના કોઇ જ ટેન્‍ડર બહાર પાડેલ નથી અને મોરબી જીલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના  તત્‍કાલીન એકજીકયુટીવ એન્‍જીનીયર કાનાણી અને તેના મળતીયા કોન્‍ટ્રાકટરો કે જે જે તે તાલુકાની બાંધકામ મજૂર બાંધકામ સ. મં. લી.ના સંચાલકો એકબીજા સાથે મળી જઇ ને કરોડો રૂપિયાની લાંચની લેતી દેતી કરી બારોબાર કામોના મંજૂરી હુકમ મેળવી લઇ એકપણ રૂપિયાનું  કામ નહી કરી માત્ર કાગળ ઉપર કામ કર્યાનું બતાવી કરોડો રૂપિયા સરકારશ્રીની તેજુરી માંથી ઉપાડી લઇ સરકારી રકમની ઉચ્‍ચાપત કરેલ છે. જે અંગે તપાસ કરવા રાજેન્‍દ્રસિંહ ઝાલાએ માંગ કરી છે.

(11:30 am IST)