Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

અમરેલી તાલુકા પંચાયતમાં ૪માં ભાજપ, ૩માં કોંગ્રેસ વિજેતા

વડેરા, મોટા આંકડીયા, બાબાપુર બેઠક ઉપર કોંગ્રેસ, સાવરકુંડલા, પ્રતાપપરા,નાના આંકડીયા, જશવંતગઢમાં ભાજપનો ભગવો

અમરેલી તા.૯: અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામે જાહેર થતાં ૪ બેઠક ભાજપને અને ૩ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે.

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીના મત વિસ્‍તારમાં ૪ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.

ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાનો ૧૦૦૦થી વધુ મતથી વિજય થયો છે.

આ ચૂંટણીમાં સાવરકુંડલા, પ્રતાપપરા, નાના આંકડીયા, યશવંતગઢમાં ભાજપનો વિજય થયો છે.

જયારે વડેરા, મોટા આંકડીયા, બાબાપુરની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

(11:34 am IST)