Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મોરબીમા સેરેબ્રલ પાલ્‍સી ડે ઉજવાયો

 મોરબી : બાળકોમા મગજના લકવાને લગતી શારીરીક તથા માનસિક તકલીફો નુ પ્રમાણ વધી રહ્યુ છે ત્‍યારે વિશ્વભરમા ૬ ઓક્‍ટોબર ના રોજ સેરેબ્રલ પાલ્‍સી ડે નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામા આવે છે. જે અંતર્ગત શહેરના આઈએમએ હોલ ખાતે શાંતિ ફીઝીયોથેરાપી ક્‍લીનીક દ્વારા એક વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્‍યુ હતુ. જેમા સેરેબ્રલ પાલ્‍સીથી પીડાતા બાળકો અને તેના માતા-પિતા ને સેરેબ્રલ પાલ્‍સી વિશે નિષ્‍ણાંત તબિબો દ્વારા માહીતી આપવામા આવી હતી. તે ઉપરાંત સ્‍પેશીયલ ચાઈલ્‍ડના ઉછેર કરનાર માતા પિતા ને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા. ત્‍યાર બાદ બાળકો અને માતા પિતા માટે વિશેષ રમતો તેમજ ગરબાનુ આયોજન કરવામા આવ્‍યુ હતુ. કાર્યક્રમ મા મુખ્‍ય આયોજક ડો. ભાવેશ ઠોરીયા ( શાંતિ ફીઝીયોથેરાપી ક્‍લીનીક), ડો. કેતન હીંડોચા, ડો. અમિત ધૂલે, ડો. જયેશ સનારીયા સહીતના આઈએમએ મોરબીના હોદેદારો, એ.ઓ.પી. સેક્રેટરી ડો. મનિષ સનારીયા, ડો. ભૂમિકા મેરજા, ડો. હેતલ ગણાત્રા, ડો. વંદના ઘોડાસરા સહીતના તબીબો એ અલ્‍બર્ટ આઈનસ્‍ટાઈન, હેલન કેલર સહીતની મહાન વિભૂતિઓ ની સફળતા વિશે ડોક્‍યુમેન્‍ટરી બતાવી વાલીઓને પ્રોત્‍સાહીત કર્યા હતા. ભારતમા પણ ઘણા બધા સેરેબ્રલ પાલ્‍સીથી પીડાતા લોકો એ નોબલ પુરસ્‍કારો મેળવ્‍યા છે તે ઉપરાંત ઓલેમ્‍પીકમા મેડલ્‍સ પણ મેળવ્‍યા ના ઉદાહરણો આપી હકરાત્‍મક અભિગમ કેળવવા માર્ગદર્શન આપ્‍યુ હતુ. ઉજવણીમાં જોડાયેલ બાળકો તથા ઉપસ્‍થિત મહેમાનોની તસ્‍વીર.

 

(10:19 am IST)