Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

મોરબી : પ્રદુષણ ફેલાવનારા સામે તવાઈ:આઠ ફેકટરીઓને ક્લોઝર નોટીસ ફટકારી

અત્યાર સુધી કુલ ૩૫ ફેક્ટરીને ક્લોઝર નોટીસ

મોરબી આસપાસ આવેલી સિરામિક સહિતની ફેકટરીઓ દ્વારા ઝેરી કચરાના નિકાલને પગલે હવા,પાણી સહિતનું પ્રદુષણ ફેલાતું હોય અને જન આરોગ્ય માટે જોખમી પ્રદુષણ ફેલાતું રોકવા જીપીસીબી ટીમે આકરી કાર્યવાહી શરુ કરી છે જેમાં વધુ આઠ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારી દેવામાં આવી છે

  મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીજનલ કચેરી દ્વારા પ્રદુષણ ફેલાવનારા ઓદ્યોગિક એકમો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે જીપીસીબીના અધિકારી કે આર ઉપાધ્યાયની સ્પષ્ટ સુચનાને પગલે જુન માસથી પ્રદુષણ ફેલાવનાર ફેકટરીઓને નોટીસ આપવામાં આવી રહી છે જેમાં સોલેન્જો સિરામિક, શેરવિન સિરામિક, ગોપાલક્રિષ્ના ક્રાફ્ટ મિલ, લિસન સિરામિક, દિવ્યેશ ઇન્ડસ્ટ્રીઝ, બેનિટો સિરામિક, ફોટોન સિરામિક અને સનગ્રેશિયા સિરામિક એમ આઠ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારી દેવામાં આવી છે

   ઉપરાંત મોરબી આસપાસ આવેલી અન્ય ત્રણ ફેક્ટરીને નોટીસ ઓફ ડાયરેકશન પાઠવવામાં આવી છે જેમાં તેના દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોય જેનો ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે તો જુન માસથી શરુ કરેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ ૩૫ ફેક્ટરીને ક્લોઝર નોટીસ ફટકારી દેવામાં આવી હોવાની માહિતી જીપીસીબીના કાપડિયાભાઈ પાસેથી પ્રાપ્ત થઇ છે

(8:25 pm IST)