Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

હળવદના ધારાસભ્યની કારને સરા ચોકડી પાસે અકસ્માત :એસટી બસ સાથે અથડાઈ

સુરેન્દ્રનગરથી પરત ફરતી વેળાએ એસટી બસે કારને ટક્કર મારી :ધારાસભ્ય પરષોતમભાઇ સબરીયા અને કાર ચાલકનો આબાદ બચાવ

હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્યની કારને સરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો ધારાસભ્ય આજે સાંજના સમયે સુરેન્દ્રનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે  સરા ચોકડી નજીક એસટી બસે કારને ઠોકર મારી હતી જોકે સદનસીબે ધારાસભ્ય અને કારના ચાલકનો બચાવ થયો છે 

  મળતી વિગત મુજબ હળવદના ધારાસભ્ય પરશોતમભાઈ સાબરીયા આજે કોંગ્રેસે આપેલા ખેડૂત સમર્થનના કાર્યક્રમ માટે સુરેન્દ્રનગર ગયા હોય જ્યાં સરકાર સામે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો અને સાંજના સમયે હળવદ પરત ફરતા હોય ત્યારે તેની ઈનોવા કાર નં જીજે ૩૬ એલ ૯૫૨૫ ને સરા ચોકડી નજીક એસટી બસ નં જીજે ૧૮ વાય ૭૧૬૬ સુરેન્દ્રનગર મોરબી ભીમકટા રૂટની બસે ટક્કર મારી હતી

જોકે અકસ્માતમાં ધારાસભ્ય પરશોતમભાઈ સાબરીયા અને કારના ચાલકનો બચાવ થયો હતો પરંતુ કારને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું અને ધારાસભ્યની કારને અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા

(8:23 pm IST)