Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

જુનાગઢમાં ૯.૯૬ લાખની ચોરીના ગુન્‍હામાં દાહોદનો કલ્‍પેશ પરમાર ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૯: જુનાગઢમાં પ્રમુખ નગરમાં જગમાલભાઇ નાથાભાઇ કરંગીયાના મકાનમાંથી ૯.૯૬ લાખની ચોરીન ગુન્‍હામાં પોલીસે કલ્‍પેશ બચુભાઇ પારસીંગભાઇ પરમાર અનુ. જનજાતી (ઉ.વ.૪ર) રહે. કંબોઇ ગામ નિશાળ ફળીયુ તા.લીમખેડા જી. દાહોદ હાલ રહે. ચોથ માળે હુડાના મકાન, નર્મદા કેનાલ પાસે ભાઇલી વિસ્‍તાર વડોદરા ડાંગી રાજુ સામાના મકાનમાંથી ધરપકડ કરીને ૪.૭૦ લાખનો મુદામાલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે જપ્ત કર્યો છે.

આ કામગીરી જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી પો.સ.ઇ. ડી.જી.બડવા, પો.સ.ઇ.શ્રી ડી.એમ.જલુ, એ.એસ.આઇ. વિક્રમ કે. ચાવડા તથા તથા પો.હેડ કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, જયદીપ એમ. કનેરીયા તથા પોલીસ કોન્‍સ. સાહીલ હુસેનભાઇ સમા, ભરત હમીરભાઇ સોલંકી વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:34 pm IST)