Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ધોરાજી જૂનાગઢના દિગંબર સાધુ આહવાન અખાડાના સાધુ શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી સામે ભારે આક્રોશ ઠાલવ્યો

આનંદ સાગર સ્વામીને હિન્દુ ધર્મમાંથી બળ તરફ કરો અને ભગવા ઉતારો:શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ: આનંદ સાગર મહાદેવ તેરા બાપ કા બાપ હૈ તુજે દંડ મિલના ચાહીયે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા તેમજ ગુરુકૃપા સન્યાસ આશ્રમ જુનાગઢ ભવનાથના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી એ ભગવાન શિવજી વિશે જે પ્રકારે પોતાના ગુરુનો મહિમા વધારવા માટે ખોટી દંત કથા ઊભી કરીને ભગવાન મહાદેવનું અપમાન કર્યું છે તે બાબતે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવેલ કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામી ના અનુયાયી આનંદ સાગર સ્વામી પોતાના મંચ ઉપરથી જે પ્રકારે ભગવાન શંકરના ગુણ ગાન ગાવાના બદલે પોતાના ગુરુના વખાણ કરવા ભગવાનની દંત કથા ઊભી કરી જે પ્રકારે વાણી વિલાસ કર્યો છે તે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે અને આનંદ સાગર તો હિન્દુ ધર્મનો વિરોધી છે હિન્દુ ધર્મનો અપરાધી છો અને તે જે પ્રકારે વાણી વિલાસ કરી છે તે ભગવા ને પણ લજાવી છે
જેથી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુઓ તાત્કાલિક અસરથી આનંદ સાગર નેહિન્દુ ધર્મમાંથી તેને બહાર ફેંકી દે આવા વિધર્મી લોકોને હિન્દુ ધર્મની રક્ષા માટે કામના નથી તાત્કાલિક અસરથી તેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માગણી સાધુ સમાજ વતી મૂકી હતી
શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવેલ કે ભગવાન શંકર દેવોના દેવ છે મહાદેવ છે આવા આનંદ સાગર સ્વામીએ જે પ્રકારે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે ત્યારે હું તેને કહું છું કે આનંદ સાગર આ મહાદેવ તારા બાપનો બાપ છે તને દંડ મેલવો જોઈએ અને તારા તાત્કાલિક  ભગવા કપડા ઉતારી લેવા જોઈએ જો આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં કરે તો અમારો સાધુ સમાજ સાંખી નહીં લ્યે
સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો આ પ્રકારે જાહેરમાં દેવી-દેવતાઓનો અપમાન કરતા જોવા મળે છે ત્યારે આ બાબતની દિગંબર લાલુગીરીજી મહારાજ સમક્ષ પત્રકારોએ વાત કરતાતેઓએ જણાવેલ કે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ખરાબ નથી તાજેતરમાં જ જૂનાગઢ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ સમાજની મોટી મીટીંગ ધર્મસભા લીધી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર વિશ્વમાં છવાઈ ગયો છે અને ખૂબ જ નામના અને કીર્તિ મેળવી છે ત્યારે સંપ્રદાય કોઈ ખરાબ નથી પરંતુ જે પ્રકારે હરિધામ સોખડા ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામી ના અનુયાય આનંદ સાગર સ્વામી એ જે પ્રકારે  હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે તેનો અમે વિરોધ કર્યો છે સંપ્રદાય બાબતે અમે કોઈ વિરોધ નથી કરતા અને આવા લે ભાગુ સંતોની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ એ અમારી માગણી છે

(9:38 pm IST)