Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વિસાવદરમાં મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ ભેસાણનાં અધિકારી પાસે..રેગ્યુલર પોસ્ટીંગ કયારે..? પ્રજા પરેશાન : શાસકો મૂકપ્રેક્ષક..?!: કોંગ્રેસનાં વેધક સવાલો..

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૯ : વિસાવદરમાં મામલતદારનો ચાર્જ તથા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ ભેસાણના મામલતદાર તથા ટી.ડી.ઓ. પાસે છે,ત્યારે ક્યારે રેગ્યુલર અધિકારી આવશે..? તેવો વેધક સવાલ શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઇ જોશી(એડવોકેટ)એ ઉઠાવ્યો છે.

વિસાવદર તાલુકો ૭૮ ગામડા અને ૬ નેસો સહિત ૮૪ ગામડા ધરાવતો જૂનાગઢ જિલ્લામાં વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો હોવા છતાં ઘણા સમયથી વિસાવદરમાં મામલતદારની જગ્યા ખાલી હોય તે પોસ્ટ ઉપર હાલ કોઈ રેગ્યુલર અધિકારી નથી અને મામલતદારનો ચાર્જ ભેસાણ મામલતદારને સોંપવામાં આવેલ છે અને પ્રજાને સામાન્ય કામ માટે મામલતદાર ભેંસાણથી ક્યારે આવે તેની રાહ જોવી પડતી હોય અને ભેસાણ મામલતદાર પાસે ભેસાણના મામલતદારનો ચાર્જ હોય ત્યાંની કામગીરી પૂર્ણ કરી વિસાવદર આવતા હોય અને વિસાવદરની પ્રજા મુશ્કેલીઓ સહન કરતી હોય તે હકીકતથી શાસકો પરિચિત છે ત્યારે પ્રજાના પ્રશ્નનું નિવારણ લાવવાના બદલે બાકી હતું ત્યાં વિસાવદર તાલુકા વિકાસ અધિકારી નો ચાર્જ પણ આ ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવેલ હોય અને તાલુકાની પ્રજાની મુશ્કેલીમાં વધારો કરેલ હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદર ના જાણીતા એડવોકેટ નયનભાઈ જોશીએ જણાવી આ પ્રશ્નો નો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરેલ છે.

(1:22 pm IST)