Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

મોરબીના મોટી વાવડી ગામે ૧.૪૪ લાખનો દારૂ પકડાયોઃ રવિરાજસિંહની ધરપકડ

રફાળેશ્વર પાસે કારમાં દેશી દારૂની હેરાફેરી થતી'તીઃ એક પકડાયો

તસ્વીરમાં મોટી વાવડી ગામે પકડાયેલ દારૂનો જથ્થો નજરે પડે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ૯:  મોરબી તાલુકાના મોટી વાવડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પી આઈ એમ આર ગોઢાણીયાનું સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના હરેશભાઈ  અને પંકજભા ગઢવીને બાતમી મળેલ કે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે મહિપાલસિંહ હાલુભા જાડેજાના અનુજાતિ વાસમાં આવેલ કબ્જા ભોગવટ વાળા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૮૪ કીમત રૂ,૧,૪૪,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી રવિરાજસિંહ રતુભા જાડેજા હાજર મળી આવતા તેની ઝડપી પાડી કોવીડ ટેસ્ટ થયા બાદ અટક કરવામાં આવશે તો આરોપી મહિપાલસિંહ હાલુભા જાડેજા નો મુદામાલ હોય જેથી તેને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 આ કામગીરીમાં તાલુકા પોલીસના નેહલબેન ખડિયા, નરવીરસિહ જાડેજા, સુરેશભાઈ હુંબલ, નગીનદાસ નિમાવત, હરેશભાઈ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઈ ચાવડા, ફ્તેસંગ પરમાર, જયદીપભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા અને પંકજભા ગઢવી સહિતની ટીમે કરેલ છે 

મોરબીના રફાળેશ્વર પાસેથી બાઈકના પાઈલોટીંગ સાથે કારમાં કરવામાં આવતી હતી દારૂની હેરાફેરી. એક ઝડપાયો બાકીનાની શોધ આદરતી પોલીસ.

તેમજ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેસ્વર જીઆઈડીસી નજીક એસન્ટ કાર જીજે ૦૩ એબી ૬૧૦૩ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂના બાચકા નંગ-૮ જેમાં દેશી દારૂની મોટી કોથળીઓ નંગ-૪૦ કીમત રૂ,૪૦૦૦ નો દેશી દારૂ આરોપી જયરાજભાઈ પોલભાઈ કાઠી રહે-સાલકડા ચોટીલા પાસેથી મેળવી આરોપી દિલીપભાઈ મનસુખભાઈ ગાબુ રહે-ચોટીલા મૂળ રહે-અજમેર વાળાએ પોતાના કબજાની કારમાં હેરાફેરી કરી મોબાઈલ નંગ-૧ કીમત રૂ,૫૦૦૦ સાથે નીકળતા પોલીસે આરોપી દિલીપને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો તો ગાડીની આગળના ભાગે સ્પ્લેન્ડર મોટર સાઈકલ લઇ પાઈલોટીંગ કરતા જયદીપભાઈ કાઠી અને હિતેશભાઈ કોળી રહે બંને-ચોટીલા અને જયરાજભાઈ કાઠીની શોધખોળ હાથ ધરી છે તો એલસીબી ટીમે કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૯,૦૦૦ નો કબજે કરી આરોપી દિલીપભાઈ ગાબુને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:21 pm IST)