Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

વડિયામાં ધીમીધારે હેત વરસાવતા મેઘરાજા : બે દિવસમાં અઢી ઇંચ વરસાદ

વડિયા તા. ૯ : સમગ્ર રાજયમાં મેઘરાજાની આ નવી ઇનિંગથી ચારે બાજુ વરસાદના સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારે બે દિવસથી વડિયામાં ધીમી ધારે મેઘરાજા હેત વરસાવતા જોવા મળ્યા છે. તેના કારણે ખેતી ના પાક માં પર હરિયાળી જોવા મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.

બીજા દિવસે બપોર બાદ ચાર વાગ્યાથી મેઘરાજાની વડિયામાં ધોધમાર બેટિંગ ચાલુ થતા દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો જયારે વડિયામાં બે દિવસમાં કુલ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોર બાદના ધોધમાર વરસાદથી વડિયાની મુખ્ય બજારો પાણી પાણી જોવા મળી હતી. મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા બાળકો એ વરસાદમાં નાહવાનો આનંદ ઉઠાવ્યો હતો તો બીજી બાજુ વાહન ચાલકોને વરસાદના કારણે હાલાકી પડી હતી. બે દિવસ ધીમી ધારે વરસતા વરસાદ છતાં પણ વડિયાનો સુરવો ડેમ ખાલી ખમ જોવા મળ્યો હતો. જોકે વરસાદ સાંજ સુધી ધીમીધારે શરૂ રહેતા વરસાદી માહોલમાં ભારે વરસાદની અપેક્ષા લોકો સેવી રહ્યા છે.

(1:15 pm IST)