Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

લાડુડી ગીરમાંથી મહા મુસીબતે મગર પકડાઇ

 માળીયા હાટીના : તાલુકાના લાડુડી ગીર ગામે ગઇ કાલે નદીના ક્રોઝાવે ઉપર કપડા ધોતી વખતે ગીતાબેન રાજાભાઇ (ઉવ.૪૮) નામની મહિલાને મગરે ફાડી ખાતા ગીતાબેનું મોત થયું હતું. એ પછી માળીયા વન વિભાગના આરએફઓ એ.કે.અમીનએ આ મગરને પકવવા માટે નદીમાં એક સાથે ચાર પાંજરાને મુકેલ હતા અને ૧૦ જેટલા વન કર્મીઓએ ગઇ મોડી રાત્રે ભારે મહેનત કરીને આ મગરને પાંજરે પૂરી સાસણ હોસ્પિટલમાં મોકલાઇ છે. (૨૨.૧૪)

(12:22 pm IST)