Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ચોટીલામાં તસ્કર રાજ : ત્રણ મકાનમાં ૧ લાખની તસ્કરી

ચોટીલા તા.૯: યાત્રાધામ ચોટીલામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે અને પોલીસ નો જાણે કોઇ ખોફ શહેર ઉપર રહ્યો જ ન હોય તેમ અસામાજીક બદીઓ પણ વધતી જાય છે ત્યારે બે સોસાયટી વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોને તસ્કર ટોળકીએ નિશાન બનાવતા તસ્કરોનો ભય છવાયેલ છે.

ચોટીલાની મધુવન સોસાયટીમાં એક મકાન પરિવારજનો સુતા હતા ને તસ્કરો ત્રાટકયા હતા જેમાથી ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરેલ છે અન્ય એક થાન રોડ પરમેશ્વર પાર્ક ૨ સોસાયટીમાં બે મકાનના લોકો બહાર ગામ ગયેલા તેમા ત્રાટકી તીજોરી તોડી સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરેલ છે. ત્રણેય મકાનમાં એક અંદાજ દાગીના રોકડ મળી મુજબ એકાદ લાખની મત્ત્।ા ની ચોરી કરી જવામાં તસ્કરો સફળ રહેલ છે.

ભોગ બનનાર પરિવારે જાણ કરતા પોલીસે રાબેતા મુજભ ટાચન કરી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓ વધી રહેલ છે અને પોલીસ. પેટ્રોલીંગમાં પણ ઉદાસીનતા સેવાય છે તેવા સયયે ત્રણ મકાનોના તાળા તોડી ચોરીનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

(12:15 pm IST)