Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

માંગરોળના સુલ્તાનપુર ગામે જુગાર રમતા બે શખ્સો ૩.૮ લાખની રોકડ સાથે ઝડપાયા

કાર સહિત ૪.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે પીએસઆર જેરામ દ્વારા કાર્યવાહી

જુનાગઢ તા.૦૯:  આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી  તથા કહે.પો.અધિ.  સૌરભ સિંઘ ની સુચના તથા મ્હે.મદદનીશ પોલીસ અધિક્ષક  રવિતેજા વાસમશેટ્ટ સાહેબ માંગરોળ નાઓના સીધા માર્ગદર્શન મુજબ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના અપાઇ છે.

 

પો.સબ.ઇન્સ.આર.જે.રામ તથા માંગરોળ પો.સ્ટે.ના પો.કોન્સ.મેરામણભાઇ રામાભાઇ વાળા તથા પો.કોન્સ. મુકેશભાઇ હાજાભાઇ પરમાર તથા પો.કોન્સ.માન્સિંહભાઇ નાજાભાદ ગાંગણા એ રીતેનાં સુલતાનપુર ગામે વાછરાવડલી મેળા બંદોબસ્ત સબબ પેટ્રોલીંગમાં હતા

 મેળાની પૂર્વ બાજુએ ટાકુડી સીમ તરફ રસ્તા ઉપર અમુક ઇસમ ફોર-વ્હીલ કાર પાછળ ગંજીપતાના પાના પેસા વડે પૈસાની હારજીતનો જગાર રમે છે જેથી સદરહુ જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) ગોવીંદભાઇ રામજીભાઇ વાજા તથા (ર) કાસીમભાઇ હારૂનભાઇ કાલવાણીયા રહે.બન્ને પાટણ જી.ગીરસોમનાથ વાળાઓને જાહેરમાં તીનપતી નામનો જુગાર ખુલ્લામાં રમી રમતા રોકડા રૂ. ૩,૦૮.૧૩૦/- તથા મો.ફોન-૪ર કિ.રૂ.૫૦૦૦/- તથા ગંજીપતાના નાના બોક્ષ નં-૦ર જે પટમાંથી તથા ફોરવ્હીલ કારમાંથી મળી આવેલ જેની કિ.રૂ. ૦૦/૦૦ તથા ફોરવ્હીલ કાર રજી નંબર GJ-10-BG-0516 કિ.૩.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિર ૪.૧૩.૧૩૦/- ના મુદામાલ સાથે પકડી જુ.ધા. કલમ ૧૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.(૧૭.૧૨)

(4:00 pm IST)