Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

બગસરા સહ.મંડળીની ચલાલા શાખાના નવા બિલ્ડીંગનું કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કર્યુ લોકાર્પણ

બગસરા સહકારી મંડળી લિ.ચલાલા શાખાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી પરશોતમભાઇ રૂપાલાએ કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ પ્રકાશ કારીયા ચલાલા)

ચલાલા તા. ૯ : શ્રી બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી.ની ચલાલા શાખાના નવનિર્મિત બીલ્ડીંગનું લોકાર્પણ ભારત સરકારના મંત્રી પુરૂશોતમભાઇ રૂપાલાના હસ્તે તેમજ રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી સાંસદ  નારણભાઇ કાછડીયા મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા સહિતના ભાજપના આગેવાનો તથા સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ.

આ લોકર્પણ વેળાએ રૂપાલાએ મંડળીની પ્રગતિને બિરદાવી અમરેલી જીલ્લાની આ મંડળી સમગ્ર રાજયમાં નમુનેદાર છે અને વહીવટી રીતે કુશળતાથી આગળ વધી રહી છે તેને અંતઃકરણ પૂર્વક શુભેચ્છા પાઠવેલ.

શ્રી બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી.ચલાલા શાખાનું અતિ આધુનીક સુવીધા સભર નવનિર્મિત બીલ્ડીંગથી આ મંડળીના તમામ સભાસદોની સુવિધામાં વધારો થશે તેથી આ મંડળીના તમામ સભાસદો આ નવનિર્મિત સુવીધા સભર બીલ્ડીંગ મળવાથી ખુશીની લાગણી વ્યકત કરી મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયાને અભિનંદન પાઠવ્યા છ.ે

આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા ગાયત્રી પરિવારના વડા પુ.રતીદાદા, જીલ્લા ભાજપના મહામંત્રી કૌશીકભાઇ વેકરીયા, ચલાલા ચેમ્બરના પ્રમુખ મહન્દ્રભાઇ સાદ્રાણી, ચલાલા ન.ં પા.ના. પ્રમુખ હિંમતભાઇ દોગાં, ઉપપ્રમુખ અનિરૂદ્ધભાઇ વાળા, મહામંડળ પ્રકાશભાઇ કારીયા, ચીમનભાઇ વિઠલાણી, જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, સહિત બહોળી સંખ્યામાં આગેવાનો અને સભાસદો ઉપસ્થિત રહી શુભેચ્છા વ્યકત કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મંડળી જનરલ એમ.ડી.નિતેષભાઇ ડોડીયાના માર્ગદર્શન નીચે મેનેજર ભરતભાઇ ડોડીયા, જયેશભાઇ વિઠલાણી સહીતના ડીરેકટરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(12:12 pm IST)