Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

માનવતા મહેંકી

તળાજા પોલીસે કહ્યું દીકરી મુંજામાં અમે 'માવતર' જ કહેવાઈએ

સુરત પિતાનું ઘર અને ડુંગર રહેતા પતિનું ઘર ત્યજીને છ માસથી ભટકતી હતી

ભાવનગર તા.૯ ભાવનગર જિલ્લાનાતળાજા પોલીસ મથકે આજે એક પુખ્તવય ની મહિલાને વાહન ચાલક મહિલા ના કહેવાથી મૂકી ગયેલ. આ યુવતી એ પોલીસને આપવીતી કહી.જેનાથી પોલીસ માં પણ માનવતા મહેંકી ઉઠી હતી. દિલ થી કહયુ મુંજામાં પોલીસ એ માવતરજ કહેવાય.

માણસ જ્યારે ક્રાઈમ ની તકલીફ માં મુકાય છે ત્યારે તેમને માત્ર પોલીસ નોજ સહારો લેવો પડે છે. એ પછી ગમેતે વ્યકિત કેમ નહોય.એ ઉપરાંત સામાજિક જીવન થી પીડિત લોકોપણ પોલીસ નો સહારો લેતા હોય છે.ત્યારે પોલીસ પણ માનવતાની મિસાલ પણ બને છે.

આવાજ એકપ્રકારની તળાજા પોલીસ મથકના જમાદાર લક્ષ્મણભાઈ આહીર ના જણાવ્યા પ્રમાણે આજે બપોરે બાદ એક પુખ્તવય ની મહિલા પોલીસ મથકે આવી ચઢેલ.આ મહિલા એ પોતાનું નામ કવિતાબેન જણાવેલ.પિયર સુરત છે. પિતા રત્નકલાકાર છે. સાતેક માસ પહેલાં કવિતાબેન ને જ્ઞાતિ ના રીત રિવાજ મુજબ અમરેલી ના ડુંગર નજીક આવેલ પરસાણા ગામે પરણાવેલ.

પતિ સાથે ન ફાવતા પરણિત પિતાના ઘેર સુરત જતી રહેલ. પણ પિતાએ મહેણાં ટોણા મારતા પરણિતા એ પાંચ માસ પહેલા પિતાનંુ ઘર ત્યજી કાઠિયાવાડ માં એક યુવક સાથે આવી ગયેલ. અહીં પાંચેક માસની રઝળપાટ પછી થાકી નેઆખરે પોલીસ જ સહારો બનશે તેમ માની ઓગણીસ વર્ષીય પરણિતા તળાજા પોલીસ મથકે પહોંચી હતી.પરણિતા એ પોતાની આપવીતી કહી.અને હવે તમારી પાસે સહારો માગવા આવી છું. નહિતર હવે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી .ત્યારે તળાજા પોલીસે માનવતા મહેકાવતા કહેલ મુંજામાં પોલીસ માવતર જ કહેવાય.

પરણિતા ના કહેવા મુજબ પોલીસે તપાસ કરતા સુરત ખાતે ગૂમ ની યાદીમાં પિતાએ નોંધ કરાવેલ છે.છએક માસ થી પિતા અને પતિ નું ઘર ત્યજીને ભટકતું જીવન ગળતી પરિણીતા નું જીવન સુધરે તે માટે તળાજા પોલિસે ૧૮૧ અને મહિલા કાઉન્સિલર નો સંપર્ક કરેલ અને અહીં બોલાવેલ.તે ઉપરાંત પતિ નેપણ ફોન કરી ને બોલાવ્યા હોવાનંુ લક્ષ્મણભાઈ આહીર એ જણાવ્યું હતું.

(12:07 pm IST)