Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સાંજે વાંકાનેરના નવા લુણસરીયા ગામમાં ચોરા ઉપર વીજળી ખાબકી :

ચોરા ઉપરનું ઈંડુ તૂટ્યું : બાંધકામના કેટલાક ડકચા નીકળી ગયા

વાંકાનેર: આજે સાંજે વાંકાનેર અને તાલુકામાં વરસાદ શરૂ થયો હતો તાલુકાના નવા લુણસરીયા ગામમાં ચોરા ઉપર વીજળી પડી હતી.

 આ અંગે મળતી માહિતી મુજબ વરસાદમાં લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામમાં આવેલ ચોરા ઉપર વીજળી પડી હતી. જેથી ચોરા ઉપર રાખવામાં આવેલુ એક ઈંડુ તૂટીને પડી ગયું હતું અને થોડા ઘણા બાંધકામમાં ડકચા નીકળી ગયા હતા જોકે  સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.

વીજળી પડ્યાના સમાચાર મળતા જ નવા લુણસરીયા તથા જુના લુણસરીયા માંથી લોકો ચોરા પાસે ઉમટી પડ્યા હતા અને  કેટલું નુકસાન થયું  સહિતની બાબતો નિહાળી હતી. આ બાબતે લુણસરીયાના સરપંચ જયુભા ઝાલાએ વીજળી પડી હોવાની વાતને સ્વીકારી હતી

(8:42 am IST)